રાજકોટના સંતકબીર રોડ પર આવેલી રાજારામ સોસાયટીમાં રહેતી પરિણીતાએ ગૃહકલેશથી કંટાળી ચાર દિવસ આગાઉ ઝેરી દવા પી લીધા ગઇકાલે ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેણીનું મોત નિપજતા પરિવારમાં શોક છવાયો છે.
પ્રાપ્ત વિગતો મુજબ, રાજારામ સોસાયટીમાં રહેતા ૪૨ વર્ષીય સંગીતાબેન ઉમેશભાઇ કિયાડાએ ચાર દિવસ આગાઉ પોતાના ઘરે ઝેરી દવા પી લીધી હતી. જે અંગે જાણ થતાં તુરંત જ પરિવાર દ્વારા તેઓને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતો.જ્યાં ચાલુ સારવાર દરમીયાન મહિલાએ દમ તોડી દેતા પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો.પરિવાર દ્વારા જાણવા મળ્યું હતું કે, મૃતક સંગીતાબેન અને તેમના પતિ ઉમેશભાઈ બંનેના આ બીજા લગ્ન હતા.ઉમેશભાઇને અગાઉની પત્નીથી સંતાનમાં એક પુત્ર હોય જે નિશાળે ન જતો હોય જે બાબતે બંને વચ્ચે ઝઘડો થતાં તેણીએ આ પગલું ભરી લીધું હતું. થોરાળા પોલીસે ઘટના અંગે વધુ તપાસ હાથ ધરી છે.