વિછીયા તાલુકાના ગોરૈયા ગામે યુવતીના સગાઈ માટે આવેલા મહેમાનોને પાડોશમાં રહેતા યુવાને પોતાને તેની સાથે પ્રેમ છે જેથી સબંધ ન કરવાનું કહેતા થયેલી બોલચાલી બાદ પ્રૌઢ સહિત બે શખ્સ પર હુમલો કરી ગંભીર ઇજોઆ પહોંચાડતાં હત્યા પ્રયાસનો ગુનો નોંધાયો હતો.જે કેસમાં અદાલતે બે આરોપીઓને સાત વર્ષની સજા જ્યારે એકને શંકાનો લાભ આપી મૂક્યો છે.
આ કેસની હકિકત મુજબ, વિછીયા તાલુકાના ગોરૈયા ગામે રહેતા અલ્પેશભાઈ ધીરુભાઈ નામના યુવાને હરજી વાલજી સાસુકિયા, મમકુ ગોરધન સાચુકિયા અને અભૂ ગોરધન સાસુકિયા સહિત ત્રણે હથિયાર વડે હુમલો કર્યા અંગેની વિછીયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ત્રણેય શખ્સો સામે હત્યાની કોશિશ ની કલમ હેઠળ ગુનો નોંધી પ્રાથમિક તપાસમાં અલ્પેશભાઈ ભરાડીયા ના કાકા હકુભાઈની પુત્રીનો છાસિયા થી મહેમાનો સંબંધ જોવા માટે આવેલા હતા. બાદ અમારી શેરીમાં રહેતો પરેશ મહેમાનોની પાછળ જય કહિ મારે યુવતી સાથે પ્રેમ છે અને સંબંધ ન કરતા તેમ કહેલું હોય તે ભાબતે મારા મોટા બાપુ કરમશીભાઈ પરેશ ના ઘરે ઠપકો આપવા જતાં હતા ત્યારે હરજી સાસુકિયા, મમુકુ ગોરધન સાસુકિયા અને અભું ગોરધન સાસુકિયાએ લાકડી વડે અલ્પેશભાઈ ભરાડીયા અને વનરાજ ભાઈ ઉપર હુમલો કર્યો હતો.
પોલીસે ત્રણેય આરોપીઓની ધરપકડ કરી તપાસના અંતે કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરવામાં આવ્યું હતું. બંને પક્ષોની વિગતવાર દલીલો અને રજૂઆતોને અંતે અદાલતે ત્રણેય આરોપીઓને સાત-સાત વર્ષની કેદ અને રૂ.૫૦ હજારનો દંડ ફટકાર્યો હતો. આ કેસમાં સરકાર તરફે સરકારી વકીલ પરાગ.એન.શાહ, તેમજ અતુલ.એચ.જોષી રોકાયેલા હતા