રાજકોટ પોલીસે 250 તુક્કલ અને 35 ચાઇનીઝ ફીરકી સાથે વેપારીઓને પકડયા
કાચવાળી દોરીનું અને પ્રતિબંધ પદાર્થોનું વેચાણ કરતાં 14ને દબોચી ગુનો નોંધ્યો : મેટોડા પોલીસે 30 ચાઇનીઝ ફીરકી સાથે એકની ધરપકડ કરી
ઉત્તરાયણના પર્વ આવતા જ અનેક લોકો પતંગ અને દોરીની ખરીદી કરી ચૂક્યા છે, જ્યારે અન્ય લોકો હાલ ધૂમ ખરીદી કરી રહ્યા છે. એની વચ્ચે હાઈકોર્ટના આદેશ બાદ કાચવાળી દોરીના વેચાણ અને ઉપયોગ પર પ્રતિબંધ આવતાં પોલીસ દ્વારા શહેરમાં કડક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.જેમાં પોલીસે 250 નંગ ચાઈનીઝ તુક્કલ,34 ચાઈનીઝ દોરીની ફીરકી તેમજ કાચ વાળી દોરી વેંચતા અને પીવડાતા 14 જેટલા શખસો સામે જાહેરનામાં ભંગનો ગુનો નોંધી કડક કાર્યવાહી કરી છે.

વિગત મુજબ ઉત્તરાયણમાં રાજ્યમાં ચાઈનીઝ દોરીના કારણે ઘણા લોકોના ગળા કપાયા હોવાના બનાવો સામે આવતા હોય છે, ત્યારે સરકાર દ્વારા આ ચાઈનીઝ દોરી અને તુક્કલના વેચાણ અને ઉપયોગ કરવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે.ઉપરાંત હાઈકોર્ટ દ્વારા કાચવાળી દોરીના વેચાણ અને ઉપયોગ પર પ્રતિબંધ ફરવમયું છે.ત્યારે ગઇકાલે રાજકોટ પોલીસ દ્વારા ઠેર ઠેર દરોડા પાડવામાં આવ્યા હતા.જેમાં પોલીસે પ્રથમ ચુનારવાડ ચોકમાં દરોડો પાડી 250 તુક્કલ સાથે રોહીત ઉર્ફે કારા અરવિંદ સોલંકીને જ્યારે ચાઇનીઝ દોરી સાથે કેતન કિશોર નાટડા,આફતાબ સવાણ,રાજેશ સાકરીયા,કાળું મારુ,રોહીત સાકરીયા,હિતેશ હરેશિયાને પકડી કુલ 35 ફીરકી કબેજ કરી હતી.જ્યારે અલગ-અલગ 14 સ્થળેથી કાચ વાળી દોરી વેચતા શખસોને પકડી પાડવામાં આવ્યા હતા.ઉપરાંત મેટોડા પોલીસ દ્વારા મેટોડા જીઆઈડીસી ગેઇટ નંબર-3માંથી 30 ચાઇનીઝ દોરીની ફીરકીઓ સાથે સુનિલ દિનેશ ઝાંખલિયાની ધરપકડ કરી હતી.