ઓરિસ્સાની જાણીતી એકલવ્ય મોડેલ રેસીડેન્સ સ્કુલનો કોન્ટ્રાકટ મેળવવા લાખ્ખોની લાંચ આપનાર
કોલકાતા સ્થિત ખાનગી કંપનીનાં અધિકારી સહિત કુલ ૭ સામે કાર્યવાહી
લાખ્ખોની રોકડ રકમ કબજે
ઓરિસ્સાની જાણીતી એકલવ્ય મોડેલ રેસીડેન્સ સ્કૂલની બ્રાંચ રાજકોટમાં શરૂ કરવા માટે બ્રિજ એન્ડ રૂફ ઇન્ડિયા કંપની ના એક્ઝિક્યુટિવ સેક્રેટરીને વચેટિયા મારફત ૨૦ લાખ રૂપિયાની લાંચ આપવાના ગુનામાં સી.બી.આઈ.ની ટીમે રાજકોટનાં સરકારી કોન્ટ્રાકટર સહિત કુલ ૭ લોકોની ધરપકડ કરી છે અને પૂછપરછ હાથ ધરી છે. સી.બી.આઈ. એ જુદા જુદા સ્થળે સર્ચ દરમિયાન મળી આવેલા ૨૬. ૬૦ લાખની રોકડ કબજે કરી છે.
સીબીઆઈએ જેની ધરપકડ કરી છે તેમાં રાજકોટની એચ.પી. રાજગુરુ એન્ડ કંપનીનાં હેતલ પ્રવિણચંદ્ર રાજગુરુ, કોલકત્તાનાં શશાંક કુમાર જૈન, ઉત્તરપ્રદેશનાં નોઇડાનાં સોમેશચંદ્ર, , મુંબઈના વીર ઠક્કર, દિલ્હીનાં રાજીવ રંજન અને બ્રીજ એન્ડ રૂફ કંપની લિમિટેડનાં સી.એમ.ડી.નાં એક્ઝીક્યુટીવ સેક્રેટરી આશિષ રાઝદાનનો સમાવેશ થાય છે.
સીબીઆઈએ એવો આરોપ મુક્યો છે કે બ્રિજ એન્ડ રૂફ કંપની (ઈન્ડિયા) લિમિટેડના અધિકારીને ગેરકાયદેસર લાંચના બદલામાં એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ (ઈએમઆરએસ), ઓડિશાનું ટેન્ડર એક ખાનગી કંપનીને આપવા માટે ઉપરોક્ત આરોપીઓ વચ્ચે કાવતરું ઘડવામાં આવ્યું હતું.
વધુમાં એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે બ્રિજ એન્ડ રૂફ કંપની (ઈન્ડિયા) લિમિટેડ, કોલકાતાના અધિકારીઓ વતી એક ખાનગી વ્યક્તિ (કોલકાતાના રહેવાસી)એ ઉપરોક્ત ટેન્ડર આપવામાં અયોગ્ય લાભ આપવા માટે, તે માલિક સાથે સીધી રીતે અને સહમતિથી તે અન્ય ખાનગી વ્યક્તિ મારફત લાંચ માંગતો હતો. એવો પણ આરોપ છે કે માલિકે બ્રિજ એન્ડ રૂફ કંપની (ઈન્ડિયા) લિમિટેડના એક અધિકારી માટે રૂ. 20 લાખ ઉક્ત ખાનગી વ્યક્તિને મોકલવાની ખાતરી આપી હતી.
કથિત હવાલા ચેનલ દ્વારા કોલકાતામાં ઉક્ત ખાનગી વ્યક્તિને લાંચની રકમ ચૂકવ્યા પછી સીબીઆઈએ છટકું ગોઠવ્યું હતું અને બે વ્યક્તિને પકડી લીધા હતા. સી.બી.આઈ.બ દ્વારા આ વ્યક્તિઓ પાસેથી 19.96 લાખ રૂપિયાની કથિત લાંચની રકમ વસૂલ કરવામાં આવી હતી.
તપાસ દરમિયાન, એવું જાણવા મળ્યું હતું કે લાંચની રકમ કથિત રીતે બ્રિજ એન્ડ રૂફ કંપની (ઈન્ડિયા) લિમિટેડના સીએમડીના કાર્યકારી સચિવ (પબ્લિક સર્વન્ટ) માટે હતી. આ ઘટના સંદર્ભે સી.બી.આઈ.એ કોલકાતા, દિલ્હી, નોઈડા, મુંબઈ, નાગપુર, રાજકોટ વગેરે સહિત વિવિધ સ્થળોએ આરોપીઓના પરિસરમાં સર્ચ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં ઘણા ગુનાહિત દસ્તાવેજો, ડિજિટલ પુરાવા અને રૂ. 26.60 લાખ (અંદાજે) રોકડ રકમ મળી આવી હતી.
સી.બી.આઈ. એ ખાનગી કંપનીના માલિકને અમદાવાદની સક્ષમ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો અને 21.09.2023 સુધી પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો. બાકીના પકડાયેલા આરોપીઓને હવે સક્ષમ કોર્ટમાં રજૂ કરવામાં આવશે.