- ગોંડલ રોડ આંબેડકરનગરની ઘટના, છોડવવા ગયેલા યુવકના મામાને મારા-મારી ઘરમાં તોડફોડ કરી ફેલાવ્યો આંતક
શહેરના ગોંડલ રોડ પર આંબેડકરનગરમાં ગાળો બોલવાની ના પાડતાં લુખ્ખાઓએ યુવક પર છરી-પાઇપ વડે તૂટી પડ્યા હોય ત્યારે યુવકને મારથી બચાવવા જતા તેને મામાને પણ આ શખસોએ માર-મારી તેમના ઘરમાં તોડફોડ કરી વિસ્તારમાં આંતક મચાવ્યો હતો.
મળતી વિગતો મુજબ, ગોંડલ રોડ એસ.ટી.વર્ક શોપની પાછળ આવેલા આંબેડકર નગર શેરી નંબર ૧૨ રહેતો
દેવલ લગધીરભાઈ મકવાણાએ માલવિયા પોલીસ મથકમાં આરોપી તરીકે હિરેન પરમાર, બીપીન ઉર્ફે અભી સોલંકી,કૈલાશ ઉર્ફે ગુગો પરમાર,અરુણ બારોટ, ગટુ મકવાણા, અરુણ બારોટ, વિનુ બારોટ, બાબુ રાઠોડના નામ આપતા જણાવ્યું હતું કે, મંગળવારે તે પત્ની પાયલ સાથે બાજુની શેરીમાં રહેતા મામાં રણજીતભાઇના ઘરે બેસવા ગયો હતો ત્યાંથી પરત ફરતો હોય ત્યારે રસ્તામાં ઉભેલા હિરેન, બિપીન અને કૈલાશ તેને જોઇને ગાળું બોલવા માંડ્યા હતા. જેથી યુવકે ગાળું બોલવાનીના પાડતાં ઉશ્કેરાઈને કૈલાશે નેફામાંથી છરી કાઢી યુવકને હાથમાં ઝીંકી દીધી હતી અને તેની સાથે રહેલા અન્ય શખસોએ ઢિકાપાટુંનો મારમારી પોતાના બીજા સાથીદારોને પણ બોલાવી લીધા હતો.

મારા-મારીની ઘટનાથી આજુબાજુમાં રહેતા લોકો એકઠા થઇ ગયા હોય ત્યારે યુવકને વધુ મારથી બચાવવા વચ્ચે પડેલા તેના મામા રણજીતભાઈને પણ આરોપીઓએ ફટકાર્યા હતા અને એમના મકાનમાં તોડ ફોડ કરી વિસ્તારમાં આંતક મચાવ્યો હતો.પોલીસે બનાવ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
