શહેરના જીવરાજ પાર્ક નજીક રહેતા સોની વેપારી પર પૈસાની લેતીદેતી મુદે પુર્વ ભાગીદારે જ લોખંડ સળિયા વડે હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડતા પોલીસે ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી પ્રમાણે, જીવરાજ પાર્ક પાસે સ્પીડવેલ પાર્ટી પ્લોટની પાછળ આર્યશ્રી રેસીડેન્સી બ્લોક નં. ૩૪માં રહેતાં અને પેલેસ રોડ પર રાજ પ્લાઝમા સોની કામની દુકાન ધરાવતા મયુર ગિરીશભાઈ
સાગરે તાલુકા પોલીસ મથકમાં દિપક શાંતિભાઈ ધકાણ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, કોરોના કાળમાં તેણે દિલીપ સાથે સોની કામનો ભાગીદારીમાં ધંધો કર્યો હતો જેના પાંચેક મહિના બાદ ભાગીદારી છુટી કરી દીધી હતી. ત્યારથી આરોપી દિપક તેમને અવારનવાર પૈસા આપવા બાબતે ફોન કરતો હતો. બુધવારે રાત્રિના ૧૨.૩૦ વાગ્યા આસપાસ મયુરભાઈ કાલાવડ રોડ પર રજવાડી ચાની હોટલ પાસે હતો ત્યારે મિત્ર
દિપક ધકાણનો ફોન આવ્યો અને કહેવા લાગેલ કે મને મારા પૈસા આપી દે, જેથી ફરિયાદીએ તને કોઈ રૂપિયો આપવાનો થતો નથી તેમ કહેતાં તેણે ગાળો દઈ તું ઘરે આવ તેમ કહ્યું હતુ.
જેથી ફરિયાદી આરોપીના ઘર પાસે જતા જ દિલીપ પોતાના હાથમાં લોખંડનો સળિયો સંતાડીને લઈ આવેલ આને અચાનક મયુરભાઈને માથામાં ઝીંકી દીધો હતો. ઘટના અંગે પોલીસે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.