- સણોસરા ગામની ઘટના,બે સંતાનોએ માતાની મમતા ગુમાવી
વોઇસ ઓફ ડે, રાજકોટ
શહેરના છેવાડે આવેલા સણોસરા ગામે વાડીમાં કામ કરતી વેળાએ કોઈ કારણસર મહિલાની ચુંદડી હલરમાં ફસાઈ જતા ૩૫ વર્ષીય દિલશાનાબેનનું કમકમાટી ભર્યું મોત નિપજતાં બે સંતાનોએ માતાની મમતા ગુમાવી હતી.
વિગતો મુજબ, રાજકોટ- અમદાવાદ હાઇવે પર આવેલા સણોસરા ગામે રહેતા ૩૮ વર્ષીય દિલશાનાબેન આયુનભાઈ શેરસીયા ગઇકાલે સવારે પોતાની વાડીએ માંડવી વિણવાનું કામ કરતા હતા ત્યારે બાજુમાં ચાલી રહેલા હલરમા કોઈ કારણસર તેઓની ચુંદડી ફસાઈ જતાં તેઓ ફંગોળાઈ જઈ બેભાન ઢળી પડ્યા હતા. મહિલાને તાકીદે સારવાર અર્થે રજકોટ સિવિલ હોસ્પીટલમાં ખસેડતા અહી હાજર તબીબે તેણીને મૃત જાહેર કર્યો હતા. બનાવ અંગે જાણ થતાં કુવાડવા પોલીસ મથકના સ્ટાફે જરૂરી કાર્યવાહી કાગળ કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં મહિલાનું મોત શ્વાસ રૂંધાઇ જવાથી થયું હોવાનું સામે આવ્યું હતું. દિલશાનાબેનના મોતથી તેણીના બે સંતાન માતા વિહોણા બનતા પરિવારમાં માતમ છવાયો જવા પામ્યો હતો.