રાજેશ્રી સીનેમા પાસે પૈસાની ઉઘરાણી પ્રશ્ને ધિંગાણું ખેલાયું
પાંચ શખસોએ સગીરને લોખંડના પાઇપ વડે ઢોર માર મારી એક્ટિવામાં કરી તોડફોડ : એ ડીવીઝન પોલીસે ગુનો નોંધી હુમલાખોરોને પકડ્યા
શહેરમાં ભૂપેન્દ્ર રોડ પર આવેલઈ રાજશ્રી ટોકીઝ પાસે મોડી રાત્રીના આર.ઓ પાણીના પૈસાની લેતી દેતી મામલે પાંચ શખસોએ સગીર સાથે ઝગડો કરી ઢીકાપાટુનો અને લોખંડના પાઈપ વડે માર મારી તેની એક્ટિવામાં તોડફોડ કરતા એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી હુમલાખોરોની ધરપકડ કરી છે.
વિગત મુજબ કીશાનપરા ચોકમાં રહેતા આલાભાઇ નારણભા જાળફવાએ નોંધાવેલી ફરિયાદમાં આરોપીમાં સુનિલ ગમારા,હીરો ભરવાડ,ગોપાલ ભરવાડ,વિમલ ભરવાડ અને રવિ ભરવાડનું નામ આપતા જણાવ્યું હતું કે,તેમના 16 વર્ષીય પુત્ર રુદ્ર સાથે આર.ઓ પાણીના પૈસાની ઉઘરાણી પ્રશ્ને રાજશ્રી ટોકીઝ પાસે બોલાચાલી કરી હતી.અને બાદમાં તમામ આરોપી લોખંડના ધોકા સાથે ત્યાં ઘસી આવ્યા હતા.અને માર નાખવાની ધમકી આપીને પાઇપ વડે રુદ્ર પર તૂટી પડ્યા હતા.તેમજ તેના એક્ટિવામાં પણ તોડફોડ કરી હતી.જેથી આ મામલે રુદ્રના પિતાએ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંઘી હુમલાખોરોની અટકાયત કરી છે.