રાજકોટના બે શખ્સો સચાલિત ઘોડીપાસાની જુગાર ક્લબ ઉપર દરોડો: ૨૮ જુગારીઓ પકડાયા
રાજકોટ ગ્રામ્ય LCBનો સફળ દરોડો રૂા.૧૬.૩૪ લાખની રોડક સહિત રૂા.૫૩.૭૧ લાખનો મુદ્દમાલ કબજે
ગોંડલના સુલતાનપુરના કમરકોટડા ગામે આવેલી મયુર છગનભાઇ જાગાણીની વાડી ભાડે રાખી રાજકોટ જગલેશ્વરના હબીબભાઇ અલીભાઇ ઠેબા તથા સાધુવાસવાણી રોડ ઉપર રહેતા અજીતભાઇ ભીમભાઇ ભોજકે શરૂ કરેલી ઘોડીપાસાની જુગાર ક્લબ ઉપર રાજકોટ રૂરલ એલસીબીની ટીમે દરોડો પાડી સુત્રધાર એવા બે ભાગીદાર સહિત ૨૮ શખ્સોને ઘોડીપાસાનો જૂગાર રમતા ઝડપી લઇ રૂ.૧૬.૩૪ લાખની રોકડ સહિતનો રૂ.૫૩.૭૧ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. રૂ.૫૦૦૦માં વાડી ભાડે રાખી આ જૂગારક્લબ શરૂ કરવા આવી હતી.
જિલ્લા પોલીસ વડા જપાલસિહ રાઠોડની સૂચનાથી રૂરલ એલસીબી પીઆઇ વી. વી. ઓડેદરા, પીએસઆઇ હરદેવસિહ ગોહિલ, પીએસઆઇ ડી. જી. બડવા અને ટીમે દરોડો પાડ્યો હતો. બાતમીના આધારે રૂરલ એલસીબીની ટીમ ત્રાટકી હતી. વાડીમાથી ૨૮ શખ્સો ઘોડીપાસાનો જૂગાર રમતા ઝડપાઇ ગયા હતા. ઝડપાયા છે તેમાથી ૨૬ જેટલા રાજકોટના છે અને બે જામગનરના છે. જુગાર રમવા આવનાર જુગારીઓ ગ્રુપ બનાવી આવતા હતા. રાજકોટ અને જામનગરથી અલગ અલગ ૬ કારમા પન્ટરો જુગાર રમવા આવતા હતા. હબીબભાઇ અલીભાઇ ઠેબા તથા અજીતભાઇ ભીમભાઇ ભોજકે છેલ્લા ૧૫ દિવસથી રાજકોટ શહેર અને સૌરાષ્ટ્રમા અલગ અલગ જગ્યાએ જુગાર રમાડતા હતા.
પકડાયેલા રાજકોટ-જામનગરના જુગારીઓ
મયુરભાઇ છગનભાઇ જાગાણી (ઉ.વ.૩૦), હબીબભાઇ અલીભાઇ ઠેબા (ઉ.વ.૪૪), નૈમીષભાઇ શામજીભાઇ નોંઘણવદરા (ઉ.વ.૩૦), નિલેશભાઇ ભીમભાઇ ભોજક (ઉ.વ.૪૫), અજીતભાઇ ભીમભાઇ ભોજક (ઉ.વ.૪૧), ભીમભાઇ મેરામભાઇ ભોજક (ઉ.વ.૭૫), અશોકભાઇ ઓતચંદભાઇ વીંધાણી (ઉ.વ.૪૫), એજાજભાઇ અબ્દુલભાઇ દલવાણી (ઉ.વ.૩૦), ઇમરાનભાઇ સતારભાઇ મીઠાણી (ઉ.વ.૪૦), અમીનભાઇ જહુરભાઇ શીશાગીયા (ઉ.વ.૩૦), અમીનભાઇ કાદરભાઇ માકડ (ઉ.વ.૪૨), વિમલભાઇ પ્રતાપભાઇ રાવલ (ઉ.વ.૫૦), જાહીદભાઇ અલાદભાઇ વિશળ (ઉ.વ.૪૨), રણજીતભાઇ ગોવુભા ખાચર (ઉ.વ.૩૯), હર્ષદભાઇ પ્રતાપભાઇ વાળા (ઉ.વ.૩૪), સુનીલભાઇ જ્ઞાનચંદભાઇ લાલવાણી (ઉ.વ.૪૮), અશ્વીનભાઇ ભીમજીભાઇ ગોહિલ (ઉ.વ.૩૮), મહમદભાઇ બોદુભાઇ ખીરા (ઉ.વ.૪૨), ઇકબાલભાઇ કાસમભાઇ સમા (ઉ.વ.૪૩), ઇસ્માઇલભાઇ ઇશાકભાઇ માંડરીયા (ઉ.વ.૪૫), જયેશભાઇ શશીકાંતભાઇ સાતા (ઉ.વ.૪૧), વિવેકભાઇ જીતેન્દ્રભાઇ માણેક (ઉ.વ.૨૫), ચદુભાઇ લાખાભાઇ રોજાસરા (ઉ.વ.૪૪), રણજીતભાઇ કાનજીભાઇ વાઢેર (ઉ.વ.૪૩), રાજેશભાઇ ઘેલાભાઈ ખોડા (ઉ.વ.૨૭), અસ્લમભાઇ મહમદભાઇ કલર (ઉ.વ.૩૨), આમદભાઇ બોદુભાઇ ખીરાણી (ઉ.વ.૪૪) અને મોહસીનભાઇ સલીમભાઇ મોટાણી (ઉ.વ.૩૪)ની ધરપકડ કરી હતી.