ગેઈમ્સ રમવાની માતા-પીતાએ ના પડતા વિધાર્થીએ ગળેફાંસો ખાઈ લીધો
ઓનલાઈન પબજી ગેમના વળગણે શાપર વેરાવળના એક વિધાર્થીનો ભોગ લીધો હતો. પબજી ગેમ રમતા આઈટીઆઈના વિદ્યાર્થીને માતા-પિતાએ ઠપકો આપતા તેણે ગળેફાંસો ખાઈ લઈ આપઘાત કરી લીધો હતો.
શાપર-વેરાવળ નજીક શીતળા મંદિર પાસે રહેતા અને ધોરણ 12 સુધી અભ્યાસ કર્યા બાદ આઈ.ટી.આઈ.માં એડમીશન અભ્યાસ કરતા ભાવેશ અમીતભાઈ સોલંકી (ઉ.વ.23) નામના વિદ્યાર્થી એ પોતાના ઘરે પંખામાં ચુંદડી બાંધી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. મૃતક ભાવેશ સોલંકી બે ભાઈ એક બહેનમાં વચેટ હતો અને તેના પિતા છૂટક મજુરી કામ કરતા હતા.આઈ.ટી.આઈ.માં અભ્યાસ કરતા ભાવેશને છેલ્લા ઘણા વર્ષથી ઓનલાઈન પબજી ગેમનું વળગણ લાગી જતા ભણવામાં ધ્યાન આપવાના બદલે સતત મોબાઈલમાં પબજી ગેમ રમતો હતો. પબજી ગેમ રમતા પુત્રને માતા-પિતાએ ગેમ છોડી આઈટીઆઈમાં અભ્યાસમાં ધ્યાનઆપવાનું કહેતા માઠુ લાગી આવતા રાત્રે વિદ્યાર્થી યુવાને રૂમમાં જઈ પંખા સાથે ચુંદડી બાંધી ગળેફાંસો ખાઈ લઈ આપઘાત કરી લીધો હતો.