ઇન્સ્ટાગ્રામ રિલ્સમાં અપશબ્દોની કોમેટ કરતાં પોલીસ ફરિયાદ
રાજકોટ શહેરમાં નાનામવા રોડ પર ભીમનગરમાં રહેતા યુવાનની ઇન્સ્ટાગ્રામ આઇડી પર મૂકેલી રિલ્સમાં કોઈ શખસે અપશબ્દોની કોમેટ કરતાં પોલીસ ફરીયાદ નોંધાવી હતી. વધુ વિગત મુજબ નાનામવા રોડ પર ભીમનગરમાં રહેતા નિખીલભાઇ કાનતીભાઇ ચાવડા નામના યુવાને પોતાની ફરીયાદમાં જણાવ્યુ હતુ કે, પોતે સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ પર વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકનો ઉપયોગ કરે છે.ઇન્સ્ટાગ્રામ આઇડીમાં તેમણે પોતાના ફોટો તથા બાબાસાહેબ આંબેડકરનુ ગીત અને ફોટોમાં ગુજરાતીમાં દલીત લખ્યુ હતુ. આ રીલ્સ બનાવી ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કરી હતી.
તેમજ આ રીલ્સમાં પોતાના ફોલોઅર્સ અને મિત્રોએ કોમેન્ટ કરી હતી. જેમાં એક ઇન્સ્ટાગ્રામ આઇડી દ્વારા જ્ઞાતિ વિષયક અપશબ્દો લખી અભદ્ર કોમેન્ટ કરતા તેમજ અપમાનીત કરી ધમકી આપી હતી. આ મામલે રાજકોટ તાલુકા પોલીસ મથકમાં ફરીયાદ કરતા પીએસઆઇ કારેણાએ ગુનો નોંધી કાર્યવાહી કરી છે.