‘અમીરો’ની જુગાર ક્લબ પર PCBનો દરોડો
\કૃષ્ણનગરમાંલખપતિ’ના ઘરમાં જુગટું ખેલતાં પાંચ પકડાયા: દરોડો પડતાની સાથે જ ભલામણ'નો ધોધ
દારૂ-જુગારની બદીને ડામી દેવા માટે પ્રિવેન્શન ઓફ ક્રાઈમ બ્રાન્ચ (પીસીબી) એક બાદ એક દરોડા પાડી રહી છે ત્યારે આવી જ એકઅમીરો’ની જુગાર ક્લબ કે જેમાં જુગાર રમનારા તમામ ખમતીધર હતા તેમને ત્યાં દરોડો પાડી પાંચ લોકોને રોકડ સહિતના મુદ્દામાલ સાથે પકડી પાડ્યા હતા.
પીસીબીના ઈન્ચાર્જ પીઆઈ એમ.આર.ગોંડલિયા, પીએસઆઈ એમ.જે.હુણ, પી.બી.ત્રાજિયાના માર્ગદર્શન હેઠળ એએસઆઈ સંતોષ મોરી, હેડ કોન્સ્ટેબલ કિરતસિંહ ઝાલા અને કરણ મારુ સહિતે કૃષ્ણનગર શેરી નં.૮માં ડિમેન ટેઈલરની સામે `કૃષ્ણમ સદા સહાયતે’ નામના મકાનમાં દરોડો પાડીને જુગાર રમતાં દિવ્યેશ ઉર્ફે કમલ નાથાભાઈ મૈયડ (રહે.યાજ્ઞિક રોડ, રામકૃષ્ણ આશ્રમની સામે વૃંદાવન એપાર્ટમેન્ટ), અજયસિંહ ઉર્ફે રાજભા કિરીટસિંહ ઝાલા (રહે.ગુરુપ્રસાદ સોસાયટી બ્લોક નં.૫૬), પ્રકાશ નલીનભાઈ બકરાણીયા (રહે.ફોર્ચ્યુન હોટેલ પાસે સિદ્ધિ એલીગન્સ એપાર્ટમેન્ટ), દિનેશ કિશોરભાઈ ગોસ્વામી (રહે.નવલનગર, મહાકાલી કૃપા મકાન) અને કૃપાલ ઉમેશભાઈ મકવાણા (રહે.ગુરુપ્રસાદ ચોક, ગીતાંજલી સોસાયટી શેરી નં.૬)ને ૩૨૩૦૦ના મુદ્દામાલ સાથે પકડી પાડવામાં આવ્યા હતા. આ જુગાર ક્લબ ઘણા લાંબા સમયથી ચાલતી હોવાનું પૂછપરછમાં બહાર આવ્યું હતું.
