દિવાળીના દિવસે અટલ સરોવર પાસે બાઇકમાં સ્ટંટ કરનાર ત્રણ નબીરાઓ પકડાયા
રાજકોટમાં દિવાળીના તહેવારમાં નવા 150 ફૂટ રીંગ રોડ ઉપર અટલ સરોવર પાસે બેફામ બાઈક ચલાવી અને ચાલુ બાઇકે ફટાકડા ફોડી આતંક મચાવી ભય ફેલાવનારા નબીરાઓને યુનિવર્સિટી પોલીસે ઝડપી પાડયા છે. વિગત મુજબ અટલ સરોવર પાસે નબીરાઓ ચાલુ બાઇક ઉપર ફટાકડા ફોડી રહ્યા હતા અને જોખમી સ્ટંટ કરી રહ્યા હતા. જેનો વીડિયો ઇન્સ્ટાગ્રામ આઇડી પર વાઇરલ થયો હતો. જેથી યુનિવર્સિટી પોલીસે તપાસ હાથ ધરી હતી અને તેમ સ્ટંટ કરનાર વિજય મગન મકવાણા, અજીત વિજય કાણોતરા અને ગુલામ હશન અમજદભાઈ પઠાણ હોવાનું સામે આવતા પોલીસે ત્રણ સામે ગુનો નોંધી તેઓની અટકાયત કરી હતી.જ્યારે માફી માગતો વિડીયો પણ પોલીસે બનાવડાવ્યો હતો.