જીવરાજપાર્ક મેઇનરોડ પર મજૂરે કામના પૈસા માંગી કોન્ટ્રાકટરને ધમકાવ્યા
શહેરમાં જીવરાજપાર્ક મેઇનરોડ પર સીધ્ધી એમ્પાયર નામની બાંધકામની સાઇડ પર કામના પૈસા માંગી કારીગરે કોન્ટ્રાકટરને ગાળો આપતા ફરિયાદ થઇ છે.
મળતી વિગત મુજબ નાનામીવા રોડ જયભીમનગર શેરી નં.૬ માં રહેતા કોન્ટ્રાક્ટર મોહનભાઇ રાણાભાઈ પરમાર (ઉં.વ.૪૨) એ તાલુકા પોલીસ મથકમાં પ્રદિપ સોલંકી સામે ફરિયાદ નોંધાવી છે.જેમાં જણાવ્યું હતું કે,પોતે બાંધકામનો વ્યવસાય કરે છે ગત તા રરના રોજ પોતે જીવરાજપાર્ક મેઇન રોડ પર સીધ્ધી એમ્પાયર નામની બાંધાકામની સાઇડ પર હતા, ત્યારે સાઇડ પર કામ કરતો પ્રદિપ સોલંકી પોતાની પાસે આવી કામના બાકી નીકળતા રૂ.૫૦૦૦ માગી પોતાની સાથે બોલાચાલી કરી ગાળો દેવા લાગ્યો હતો અને ધમકાવ્યા. હતા.જેથી આ અંગે પોતે તાલુકા પાલીસ મથકમાં જાણ કરતા હેડ કોન્સટેબલ બી.જે.ખેર સહિતે પ્રદિપ સોલકી વિરૂધ્ધ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.