ફૂડ વિભાગમાં અરજી કરતાં ઓઇલ મિલના સંચાલક સહીત પાંચે યુવકને લમધાર્યો
સરધાર ગામનો બનાવ : યુવકના મકાનના નવેરામાં કચરો આવતો હોવાથી તેને અરજી કરી’તી : બે મહિલા સહીત પાંચ સામે ગુનો નોંધાયો
રાજકોટના સરધાર ગામ પાસે ભમરિયા વાડીમાં વિસ્તારમાં રહેતા યુવકે તેના મકાન પાસે આવેલી ઓઇલ મિલ વિરુદ્ધ ફૂડ વિભાગમાં અરજી કરી હતી.જે બાબતે ચેકિંગ આવતા તે બાબતનો ખાર રાખીને ઓઇલ મિલના સંચાલક સહીત પાંચે યુવકને ધોકા-પાઇપ વડે માર માર્યો હતો.જેથી તેને ઇજા પહોંચતા સારવારમાં ખસેડાયો હતો.અને આ મામલે આજીડેમ પોલીસે ગુનો નોંધી કાર્યવાહી કરી છે.
વિગતો મુજબ સરધાર ગામ પાસે ભમરિયા વાડીમાં વિસ્તારમાં રહેતા અને ખેતી કામ કરતાં ધર્મેશભાઈ ગોરધનભાઈ ઢાંકેચાએ નોંધાવેલી ફરિયાદમાં આરોપીમાં ઓઇલ મિલના માલિક શૈલેષ મનજી ઢાંકેચા,વિપુલ ઢાંકેચા,વિશાલ ઢાંકેચા,મનીષા ઢાંકેચા,શીતલ ઢાંકેચાનું નામ આપતા જણાવ્યું હતું કે,તેઓના ઘરની બાજુમાં જ આરોપીઓની ઓઇલ મિલ આવેલી છે.અને તેઓનો કચરો તેમના મકાનના નવેરામાં આવે છે.જેથી તેઓએ રાજકોટ ફૂડ વિભાગમાં અરજી કરી હતી.જેથી ઇન્સ્પેકટર સંજયભાઈ તપાસમાં કરવા પણ આવ્યા હતા.જેથી આરોપીઓએ આ અરજી કર્યાનો ખાર રાખીને યુવક સાંજના સમયે તેના ઘર પાસે હતો.ત્યારે ત્યાં ઘસી ગયા હતા.અને ધોકા-પાઇપ વડે માર્યો હતો.જેથી યુવકને ઇજા પહોંચતા સારવાર માટે સિવિલમાં ખસેડવામાં આવ્યો હતો.આ મામલે પોલીસે મહિલા સહીત પાંચ લોકો સામે ગુનો નોંધી તેમની અટકાયત કરી છે.