Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ક્રાઇમ

શિવસાગર સોસાયટીમાં મહિલાની હત્યામાં નવો વણાંક: ભત્રીજો જ હત્યારો નીકળ્યો  

Mon, February 19 2024

પતિજ હત્યારો હોવાની શંકા ખોટી નીકળી, રૂપિયા માટે ભત્રીજાએ હત્યા કર્યાનું ખૂલ્યું 

હત્યા કરનાર  કૌટુંબિક ભત્રીજાને  વડોદરાથી ઝડપી લેવાયો  

જામનગર રોડ પર નવી કોર્ટ બિલ્‍ડીંગ પાસે શિવસાગર સોસાયટીમાં હેમાલીબેન અલ્‍પેશભાઈ વરૂ (ઉ.વ.૨૭)ની  કાતરના ઘા ઝીંકી ક્રૂર હત્‍યા કરવાના બનાવમાં તેનો પતિ અલ્‍પેશભાઈ પરસોતમભાઈ વરૂ જ સંડોવાયેલ હોવાની શંકાએ છેલ્લા ત્રણ દિવસથી ચાલતા હત્યાના ભેદ ભરમમાં અંતે ચોંકાવનારો ખુલાસો થયો હતો. પોલીસની તપાસમાં હત્યા તેના પતિએ કરી હોવાની શંકાએ  તે દિશામાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. શંકાના પરિઘમાં રહેલ પરણિતાના પતિની ઉંડી પૂછતાછ કરતાં નવો વણાંક આવ્યો હતો.હત્યામાં મૃતક મહિલાના પાડોશમાં રહેતો તેનો કૌટુંબિક ભત્રીજો  હોવાનો ખૂલાશો થયો હતો. હત્યા બાદ દાગીના સાથે ફરાર હત્યારાને વડોદરાથી ક્રાઇમ બ્રાંચની ટીમે પકડી લેતા આ હત્યાનો બનાવમાં નવો વણાંક આવ્યો હતો.

હત્‍યાનો ભોગ બનેલી હેમાલીબેન (ઉ.વ.૨૭)ના પતિ અલ્‍પેશભાઈ પરસોતમભાઈ વરૂ (ઉ.વ. ૩૫)મિસ્ત્રી કામ કરે છે અને શિવસાગર સોસાયટી શેરી નં.૧ મોમભાઈ ભરવાડના મકાનમાં.૪૫૦૦ના ભાડેથી  રહે છે. તે છેલ્લા બે દિવસથી રૈયારોડ બાપા સીતારામ ચોક પાસે આવેલ ચંદનપાર્ક ખાતે ધવલભાઇ મિસ્ત્રી સાથે કામે ચડયો હતો. અલ્પેશ ત્રણ ભાઈ અને ત્રણ બહેનમાં વચેટ છે. અલ્પેશના  લગ્ન છ વર્ષ પહેલા પોરબંદર નવા ફુવારા પાસે લવલી પાન વાળી શેરીમા રહેતા ચંદુભાઇ રવજીભાઇ ફુટાણીયા પ્રજાપતીની દીકરી હેમાલી સાથે સમાજના રિત રીવાજ મુજબ થયા હતા  અને આ લગ્ન જીવનથી સંતાનમા એક દીકરી રૂહી છે.  પત્‍ની હેમાલી પંદર વીસ દિવસથી મવડી ચોકડી પાસે આવેલ ટુર બુકીંગ ઓફીસમા નોકરીએ લાગી હતી બનાવના દિવસે  કેશોદ મુકામે રહેતા અલ્પેશના  મોટાબા દિવાળીબેન ઓધાભાઇ વરૂનું અવસાન થતાં અલ્પેશના માતા ને કેશોદ જવાનુ હોય તે બાબતે દંપતી વચ્ચે માથાકૂટ થઈ હતી. બાદમાં અલ્પેશ તેના માતાને કેશોદ રવાના કર્યા બાદ આ સમગ્ર ઘટના બની હતી.

અલ્પેશ મિસ્ત્રી કામ માટે ગયા બાદ આખો દિવસ પત્નીને ફોન કર્યો પરતું હેમાલીબેને ફોન રિસીવ કર્યો ન હતો. પત્‍નીએ મોબાઇલ સાયલન્‍ટ કરી મુકી દીધેલ હશે તેમ અલ્પેશે માન્યું હતું અને કામ પૂરું કરી તે ધરે પહોંચ્યો ત્યારે ઘરની ડેલીનો આગળીયો બહારથી બંધ હતો તેમજ બેડરૂમની લાઇટ બંધ હોઇ અલ્પેશે  લાઇટ ચાલુ કરતા પુત્રી  દોડીને પિતાને વળગી પડી હતી હતી કશુંક અજુગતું થયાની શંકાએ તપાસ કરતાં  પલંગ ઉપર પત્‍ની હેમાલી લોહી લુહાણ હાલતમાં પડેલ અને બાજુના રૂમમાં કબાટનો સામાન વેરવિખેર હાલતમાં પડેલ હતો. કબાટમાં રાખેલ આશરે  દોઢેક તોલા સોનાનો ચેઇન, સોનાની વીંટી, સોનાની લકકી ગુમ હતી. અલ્પેશ ઘરની બહાર નીકળી ગયેલ અને બાજુમાં રહેતા હિતેશભાઈના ભાઈ ભાવેશભાઈ અને મકાન માલીક મોમભાઈ ભરવાડને જાણ કરી હતી.

બનાવ અંગે પોલીસને જાણ કરતાં યુનિવર્સિટી પોલીસ તેમજ ક્રાઇમ બ્રાંચનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો.

આ હત્યાના બનાવમાં હેમાલીના પતિ અલ્પેશ ઊપર શંકા વ્યક્ત કરવામાં આવી હોય તેની બે દિવસ ઊલટ તપાસ બાદ આ હત્યામાં તેનો પાડોશી કૌટુંબિક ભત્રીજો હોવાની હકીકત સામે આવી હતી. જેની વડોદરાથી પોલીસે ધરપકડ કરી હતી.  

આ હત્‍યા અને લૂંટના આ બનાવનો ભેદ ઉકેલવા પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ તથા ડીસીપી ક્રાઇમ પાર્થરાજસિંહ ગોહિલના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાંચના પી. આઈ. એમ.આર.ગોંડલીયા તેમજ  પીએસઆઈ એમ.જે.હૂણ અને તેમની ટીમે  ઉંડાણપૂર્વક તપાસ કરતા આ બનાવનો ભેદ ઉકેલાઈ ગયો હતો.

Share Article

Other Articles

Previous

રાજકોટને જોઈ જૂના ચેન્નાઈની યાદ આવી: ડેનિયલ બાલાજી

Next

બાળકોએ મૂર્તિની સ્થાપના કરી અને નામ રખાયું “શ્રી બાલક હનુમાનજી”…જુઓ ક્યાં છે આ મંદિર

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
5 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
6 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
6 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
4 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
4 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
3 મહિના પહેલા
ગુજરાત
Most Share
ક્રાઇમ
રાજકોટની વ્હોરા પરિણીતાને સાસરિયાનો ત્રાસ : દિયરે સાથે સૂવા દબાણ કર્યું તો સસરાએ…! વાંચો શું છે સમગ્ર મામલો
2 મિનિટutes પહેલા
પટના હાઈકોર્ટે કોંગ્રેસને આપ્યો મોટો ઝટકો : PM મોદીની માતાનો AI વીડિયો સોશિયલ મીડિયામાંથી હટાવવા આદેશ
19 મિનિટutes પહેલા
PM મોદીના જન્મદિને “સ્વસ્થ નારી સશક્ત પરિવાર” અભિયાનનો દેશવ્યાપી શુભારંભ, રાજકોટમાં મંત્રી ભાનુબેન બાબરિયાએ અભિયાનની કરાવી શરૂઆત
41 મિનિટutes પહેલા
નોકરીએ રાખ્યાના પ્રથમ દિવસે જ કારીગર 1 કરોડનું સોનુ લઇને ફરાર : 3.5 માસ સુધી શોધ્યો, ભાળ ન મળતાં અંતે નોંધાવી પોલીસ ફરિયાદ
3 કલાક પહેલા
Categories

નેશનલ

2505 Posts

Related Posts

ભારતમાં લડાઈ એ વાતની છે કે શીખો પાઘડી પહેરી શકે કે નહીં
ઇન્ટરનેશનલ
1 વર્ષ પહેલા
રાહુલે ભાજપના સભ્યોને કહ્યું,” તમે હિન્દુ છો જ નહીં”
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
જામનગર : પેટ્રોલ પંપના માલિકનાં ઘરેથી 11 લાખના રોકડની ચોરી થતાં ખળભળાટ, પોલીસ તપાસ શરૂ
ક્રાઇમ
1 વર્ષ પહેલા
ટીઆરપી ગેઇમ ઝોન અગ્નિકાંડમાં મનપાના સી.એન્જિનિયરની જામીન અરજી ફગાવાઈ
રાજકોટ
10 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર