વિંછીયામાં રૂ.1.29 લાખનું નશાકારક શિરપ પકડાયું
સપ્લાય કરવા આવેલા બોટાદના શખ્સની ધરપકડ:રૂ.6.34 લાખનો મુદ્દમાલ કબજે
રાજકોટના વિંછીયામાં નશાકારક શિરપની સપ્લાય થવાની હોવાની બાતમીને આધારે એસઓજીએ વોચ ગોઠવીનશાકારક પીણુ વેચવા આવેલા બોટાદના શખ્સની ધરપકડ કરી રૂ.1,29,360ની કિમતની નશાકારક શિરપની 840 બોટલ કબજે કરી ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
વિંછીયામાં આયુર્વેદિકના નામે નશાકારક શિરપનું બેફામ વેચાણ થઈ રહ્યું હોવાની ચોક્કસ બાતમીના આધારે એસઓજીએ વોચ ગોઠવી હતી. મોઢુકા રોડ પર શંકાસ્પદ હાલતમાં નિકળેલ સ્વીફટ કાર અટકાવી તલાશી લેતાં તેમાંથી નશાકારક શિરપની 840 બોટલ મળી આવી હતી. આ અંગે પોલીસે એનડીપીએસ એકટ હેઠળ ગુનો નોંધી બોટાદ રહેતા પ્રકાશ પ્રવિણભાઈ સાકળીયા (ઉ.28)ની ધરપકડ કરી તેની પાસેથી નશાકારક શીરપની રૂા.1,29,360 કિંમતની 840 બોટલ કબજે કરી હતી. આ ઉપરાંત મોબાઈલ ફોન અને સ્વીફટ કાર મળી કુલ રૂ.6,34,360નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. જિલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠોરની સૂચનાથી એલસીબી પીઆઈ વી.વી.ઓડેદરાના માર્ગદર્શન હેઠળ એસઓજીના પી એસ આઈ મીયાત્રા સહિતના સ્ટાફે આ કામગીરી કરી હતી.