જસદણમાં ઠંડા કલેજે પિતાની હત્યા કરનાર માતા-પુત્રની ધરપકડ
અન્ય સ્ત્રી સાથેના આડ સબંધથી કંટાળી દાંતરડા અને હથોડીના 30 જેટલા ઘા મારી પ્રૌઢનું ઢીમ ઢાળી દીધું હતું
જસદણના નાની લાખાવડ ગામમાં રહેતા વલ્લભભાઈ નામના પ્રૌઢની તેના માતા-પુત્રએ અન્ય સ્ત્રી સાથેના આડ સબંધથી કંટાળી દાંતરડાના અને હથોડીના 30 જેટલા ઘા ઝીંકી કરપીણ હત્યા નિપજાવી હતી. જ્યારે આ મામલે જસદણ પોલીસે હત્યાનો ગુનો નોંધી માતા-પુત્રની ધરપકડ કરી રિમાન્ડ મેળવવા તજવીજ હાથધરી હતી.
માહિતી મુજબ જસદણના નાની લાખાવડ ગામે હનુમાનપરામાં રહેતાં વલ્લભભાઈ અરજણભાઇ બાવળીયા રાત્રિના પોતાના ઘરે હતા. ત્યારે તેમના પત્ની ભાનુબેન વલ્લભ બાવળીયા અને તેના પુત્ર જયેશએ તેઓના અન્ય સ્ત્રી સાથેના સબંધ મામલે બોલાચાલી કરી હતી. અને ગુસ્સો આવતા જયેશે તેના પિતાને પકડી રાખી માતાને હુમલો કરવાનું કહ્યું હતું. જેથી ભાનુબેને રૂમમાં પડેલા લોખંડના ધારીયા વડે 20 જેટલા ઘા ઝીકયા હતા. અને બાદમાં હથોડી લાવી તેના 10 જેટલા ઘા ઝીંક્યા હતા. અને વલ્લભભાઈને મોતને ઘાટ ઉતારી દીધા હતા.આ ઘટનાની જાણ મૃતક વલ્લભભાઈના મોટા ભાઈને થતાં તેઓ દોડી આવ્યા હતા. અને બનાવની જાણ જસદણ પોલીસને કરતાં પોલીસે વલ્લભભાઈના મૃતદેહને પીએમ અર્થે ખસેડી હત્યારા માતા-પુત્ર સામે હત્યાનો ગુનો નોંધી તેઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.