પોલીસ સ્ટેશન સામે હંગામો કરતાં શખસના મોબાઈલમાંથી 500થી વધુ અશ્લીલ ફોટો-વિડીયો મળ્યા
જૂનાગઢના રીઢા શખસે સાગરીતો સાથે મળી અગાઉ જેતપુર પોલીસ મથક સામે ધમાલ મચાવતા કાર્યવાહી કરાઈ હતી : બાળકોના અશ્લીલ ફોટો,સ્ત્રી-પુરૂષના પોર્ન વિડીયો અને શરાબ – ડ્રગ્સની પાર્ટી ચાલતી હોવાના વિડીયો મળી આવતા પોકસો એક્ટ હેઠળ ગુનો નોંધ્યો
જેતપુર સિટી પોલીસ સ્ટેશન સામે મહિના પૂર્વે કાર ટ્રાફિકમાં અડચળ રૂપ રાખી ચાર શખસો હંગામો મચાવતા હતા. જે તે સમયે તેની સામે ગુનો નોંધવામાં આવ્યો હતો અને તેમના ફોન કબજે કરવામાં આવ્યા હતા. આ ફોનની તપાસ કરતા જૂનાગઢના શખસના મોબાઈલમાંથી ચાઈલ્ડ પોનોગ્રાકી સહીતના 500થી વધુ અશ્લીલ ફોટો-વિડીયો મળતા તેની સામે પોકસો એકટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી છે.
પોલીસમાંથી મળતી માહિતી મુજબ જેતપુર સિટી પોલીસ મથકના એએસઆઈ ભાવેશભાઈ ચાવડાએ નોંધાવેલી પોલીસ ફરિયાદમાં આરોપી તરીકે મિત ગિરીશભાઈ ઉર્ફે જગદીશભાઈ સોંદરવા (ઉ.વ ૨૫ રહે. લમીનગર શેરી નંબર ૨ મોતીબાગ જુનાગઢ) નું નામ આપતા જણાવ્યું હતું કે, ગત તારીખ 17-10 ના રાત્રીના જેતપુર સિટી પોલીસ સ્ટેશનના મુખ્ય ગેટ પાસે જાહેર રોડ પર ચાર શખસો કાર ટ્રાફિકને અડચણપ રાખી ગાળાગાળી કરતા હતા અને કહેતા હતા કે તમે અમારા મિત્ર પ્રતાપસિંહને કેમ છોડતા નથી? જેથી ચારેયને પોલીસ સ્ટેશન લાવી પૂછતાછ કરતા તેમના નામ જીતેન્દ્ર સોંદરવા, પરેશ ઉર્ફે જાડો સોંદરવા,મીત સોંદરવા(રહે ત્રણેય જૂનાગઢ) અને માનવ મંગલસિંહ ગોહિલ (રહે. રાજકોટ) હોવાનું માલુમ પડ્યું હતું, જે તે સમયે આ ચારેય સામે એમવી એક્ટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.
આ ગુનાની તપાસ દરમિયાન આરોપીઓ પાસેથી કબજે કરવામાં આવેલા મોબાઈલ ફોનની તપાસ કરતા મિત સોંદરવાના આઈફોનમાં તેને એક અજાણ્યા મોબાઈલ નંબર પરથી બાળકનું અશ્લીલ ચિત્ર મોકલવામાં આવ્યું હોય જે ફોટો તેણે સેવ કરી રાખ્યો હતો.આ સિવાય કોઈ વાંધા સ્પષ્ટ કે શંકાસ્પદ ચેટ જોવામાં આવી ન હતી.બાદમાં મોબાઇલ ફોનમાં રહેલ ફોટો નામની એપ્લિકેશન ખોલતા જુદા જુદા ફોલ્ડર હોય જેમાં એક હિડન ફોલ્ડર હોય જે ઓપન કરતા તેમાંથી ૩૮૨ અશ્લીલ ફોટા અને ૧૨૭ વિડીયો મળી આવ્યા હતા. આ ઉપરાંત કોટો તથા વિડીયો ફાઇલમાં મિત તથા તેની સાથે અજાણ્યા શખસો નશાકારક પદાર્થો સેવન કરતા હોય તેવો તેમજ અજાણી મહિલા સાથે નશો કરતા હોય તેવા ફોટો પણ જોવા મળ્યા હતા. જેથી મિત સોંદરવા તથા તેને ચાઈલ્ડ પોનોગ્રાફીને લગતો ફોટો મોકલનાર સામે જેતપુર સીટી પોલીસ સ્ટેશનમાં પોકસો એકટ હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરવામાં આવી છે.