આટકોટ : વિદ્યાર્થિની પર દુષ્કર્મ કેસમાં આરોપી મધુ ટાઢાળી પોલીસ શરણે
ડી.બી. પટેલ એજ્યુકેશન ટ્રસ્ટમાં રહી અભ્યાસ કરતી યુવતીએ નોંધાવી ‘તી ફરિયાદી, આરોપીએ જુદા જુદા રાજ્યમાં લીધો હતો આશ્રય, બીજો આરોપીપરેશ રાદડીયા ફરાર
અટકોટ નજીક આવેલી ડી.બી. પટેલ એજ્યુકેશન ટ્રસ્ટમાં રહી અભ્યાસ કરતી યુવતી મધુ ટાઢાળી અને જિલ્લા પંચાયત સદસ્યના પતિ પરેશ રાદડીયા સામે દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ નોંધાવી હતી.જેમાં બંને આરોપી ફરાર થઈ ગયા બાદ અચાનક આરોપી મધુ ટાઢાળી પોલીસ સમક્ષ હાજર થઈ જતાં રૂરલ એલસીબીએ કબ્જો લીધો હતો.તેમજ ફરાર થયા બાદ આરોપી મહારાષ્ટ્ર અને કણાટર્ક સહિત જુદા જુદા રાજ્યમાં આશ્રય લીધો હોવાની વિગતો સામે આવી છે ત્યારે આ કેસમાં સંડોવાયેલા પરેશ રાદડીયા હજુ પોલસને હાથતાળી આપી રહ્યો છે.
વિગતો મુજબ,આટકોટ નજીક આવેલા ડી.બી. પટેલ એજ્યુકેશન ટ્રસ્ટમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ પાચવડા ગામના ભાજપ આગેવાન મધુ ટાઢાણી અને જિલ્લા પંચાયત સદસ્યના પતિ તેમજ સંસ્થાના ટ્રસ્ટી પરેશ રાદડીયા સામે ફરિયાદ નોંધાવી જણાવાયું હતું કે, પાંચ વર્ષ પેહલા તેણીએ ડી.બી. પટેલ એજ્યુકેશન ટ્રસ્ટની પ્રતીક્ષા વિદ્યા સંકુલમાં રહી અભ્યાસ કરતી હતી. દરમીયાન તે આરોપી મધુ ટાઢાણીના સંપર્કમાં આવતા તેં અવાર નવાર તેની છેડતી કરતો હતો. તેમજ ૨૦૨૩માં તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું.જે અંગેની વાત સંસ્થાના ટ્રસ્ટી પરેશ રાદડીયાને કરતા પણ તેણે પણ કોઈ કાર્યવાહી કરવાની જગ્યાએ વિધાર્થિનીને પોતાનો હવસનો શિકાર બનાવી હતી. બંને આરોપીઓ વારંવાર દુષ્કર્મ ગુજરાત પરિવારને જાણ કરી હતી.બનવા અંગે જીલ્લા પોલીસને વડાને અરજી કર્યા બાદ પોલીસે ગુનો નોંધાયો હતો.
જો કે ગુનો નોંધતા જ બંને આરોપીઓ રફુચક્કર થઈ ગયા હતા ત્યારે મધુ ટાઢાણી સામેથી પોલીસમાં હજાર થતાં તેનો કબજો એલસીબીએ લઈને વધુ પૂછપરછ હાથ ધરી છે. પરંતુ આ ઘટનામાં ડી.બી. પટેલ એજ્યુકેશન ટ્રસ્ટનો ટ્રસ્ટી હજુ પોલીસને હાથતાળી આપી રહ્યો છે.