પંજાબના સપ્લાયર પાસેથી જેતપુરના બુટલેગરે દારૂ મંગાવ્યો હતો
ચોખાના કટ્ટા ની આડમાં છુપાવી પંજાબથી જેતપુર લઈ જવાતો રૂ. 19.46 લાખની કિમતનો 5436 બોટલ વિદેશી દારૂનો જથ્થો ભરેલ ટ્રક ચોટીલા પોલીસે ઝડપી લીધો હતો.
જલારામ મંદિર નજીક આવેલા પોલીસ સર્કીટ હાઉસ પાસે બાતમીના આધારે ટ્રક નંબર-એચપી-38 એચ 1489ને અટકાવી તલાશી લેતા ચોખાના કટ્ટા ગુણી ની નીચે છુપાવેલ દારૂનો જથ્થો મળી આવ્યો હતો. રૂ.19.46 લાખની કિમતનો 5436 નંગ દારૂ મળી રૂ.30,76,400 ના મુદ્દમાલ સાથે સાથે પંજાબના લુધીયાણા, ઇસરનગર મહોલ્લા, ના ટ્રક ચાલક અવતારસિંગ મલકિતર્લિંગને પકડી પૂછપરછ કરતાં જાણવા મળ્યું કે હિમાચલ પ્રદેશનાં ઇંદોરા તાલુકાનાં સિરત ના રહીશ ટ્રકના માલિક સુખવિંદરસિંગ બલવંતસિંગ તેમજ દારૂનો જથ્થો પંજાબના લુધીયાણાથી ભરી આપનાર- રોબિનર્સિંગ હરકિમત સિંગલાનું નામ ખૂલ્યું હતું.