MSWની છાત્રાની ઘરમાં અડપલાં કરનાર મકાન માલીકની ધરપકડ
માંતા-પિતા બહાર જતાં યુવતીની એકલતાનો લાભ લઈ છેડતી કરી
રાજકોટના કુવાડવા રોડ વિસ્તારમાં રહેતી અને એમએસડબલ્યુનો અભ્યાસ કરતી વિધાર્થીનીની ઘરમાં ઘૂસી છેડતી કરનાર સાવન મનસુખભાઈ ગજેરા નામના શખ્સ સામે પોલીસ ફરિયાદ નોંધાયા બાદ બી-ડીવીઝન પોલીસે સાવનની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.
ભોગ બનનાર છાત્રા રાજકોટની એક કોલેજમાં એમએસડબલ્યુનો અભ્યાસ કરે અને આરોપી સાવન ગજેરાના મકાનમાં ભાડેથી રહે છે. સાવન પોતે ચાંદી કામ કરે છે. બનાવના દિવસે ગત તા.9ના વિધાર્થીનીના મતાપિતા કામ અર્થે બહાર ગયા હતાં તે ઘરે એકલી હતી ત્યારે મકાન માલીક સાવન ગજેરા ઘરમાં ધસી આવ્યો હતો અને યુવતીના શરીરે અડપલાં કરવા લાગ્યો હતો. યુવતી તેને તાબે નહિ થતાં મોઢે ડૂમો આપી દેતા યુવતીએ દેકારો કરતાં સાવન ત્યાંથી ભાગી ગયો હતો. આ બનાવથી ગભરાઈ ગયેલી યુવતીએ ઘરે આવેલ માતાને વાત કર્યા બાદ અંતે ફરિયાદ નોંધાવી હતી. યુવતીની ફરીયાદ પરથી બી. ડિવિઝન પોલીસે સાવન ગજેરા સામે ગુનો નોંધી ગણતરીના કલાકોમાં જ તેની ધરપકડ કરી હતી.