કાલાવડ રોડ પર નકલંક હોટલ પાસે મેગીના ધંધાર્થી અને ગ્રાહક વચ્ચે છરીઓ ઉડી
શહેરમાં કાલાવડ રોડ પર નકલંક હોટલ પાસે મેગીના ધંધાર્થી અને ગ્રાહક વચ્ચે ઓર્ડર બાબતે ઝગડો થતા જાહેરમાં છરીઓ ઉડી હતી અને સામસામી મારામારીમાં ચાર લોકો ઘાયલ થતાં તેઓને સારવાર માટે સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા. વધુ માહિતી મુજબ પ્રાપ્ત વિગત મુજબ, ભગવતીપરામાં દત્તાત્રેય સ્કૂલ પાછળ રહેતો જીગર જીલુભાઈ ગોગરા (ઉ.વ.30) રાતે તેના કૌટુંબિક ભાઈ વરુણ જિલરીયા અને મિત્ર શોહેબ સાથે કાલાવડ રોડ પર સ્વામિનારાયણ મંદિર સામે આવેલ નકલંક હોટલ પાસે આવેલ બજરંગ મેગી નામની દુકાને મેગી ખાવા માટે કારમાં ગયા હતા.દુકાને મેગીનો ઓર્ડર આપી તેવો દુકાન બહાર બેઠા હતાં. ત્યારે ઓર્ડરમાં મોડું થતાં જીગરે કેમ અમારો ઓર્ડર નથી આવ્યો તેમ કહેતાં દુકાનદાર બળવંત ઉર્ફે વિપુલ, હાર્દિક અને અજાણ્યાં શખ્સે ઝઘડો કરી છરીના ઘા ઝીંકી દિધા હતાં. દરમિયાન યુવાનને બચાવવા વચ્ચે પડેલ વરુણ અને શોહેબને પણ છરી ઝીંકી દિધી હતી.જ્યારે સામાપક્ષે બળવંતભાઈ ઘનશ્યામભાઈ રાજા (ઉ.વ.50) પણ ઇજાગ્રસ્ત હાલતમાં સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતાં. જેથી આ મામલે માલવિયા પોલીસે ગુનો નોંધવા તજવીજ કરી છે.