ગાંધીધામમાં સ્પેશિયલ-૨૬ : જ્વેલર્સને ત્યાં પાડી હતી રેડ: ઇડીનાં ૧૨ નકલી અધિકારીઓ ઝડપાયા
ગાંધીધામમાં રાધીકા જવેલર્સ અને તેમના મકાનમાં નકલી ઊઉના અધિકારી બની ખોટી રેડ દર્શાવી ચોરી કરી ગુનો કરનાર ૧૨ લોકોની ટોળકી ઝડપાઈ છે. ૨ ડિસેમ્બરના રોજ ઊઉના નકલી અધિકારી બનીને રાધિકા જ્વેલર્સ પેઢીના માલિક તથા તેના ભાઈઓના રહેણાક મકાને જઈ રેડ દર્શાવી સોના ચાંદી તથા રોકડ રકમનો મુદામાલ ચેક કરી ૨૫.૨૫ લાખનો સોનાનો મુદ્દામાલ ચોરી કર્યો હતો.
આ સંગઠીત ટોળકીએ રેડ દર્શાવી ફરીયાદીના મકાનમાં હાજર સોના-ચાંદી તથા રોકડ રકમનો મુદ્દામાલ ચેક કરી તેમાંથી સાહેદની જાણ બહાર ૨૫,૨૫,૨૨૫ રૂપિયાનો સોનાનો મુદ્દામાલની ચોરી કરી હતી. જે બનાવ બાબતે ગાંધીધામ એ. ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે ઇગજ. કલમ-૩૦૫, ૨૦૪, ૬૧(૨) (એ) મુજબનો ગુનો નોંધવામાં આવ્યો હતો.
પોલીસની ટીમો દ્વારા ટેકનીકલ સર્વેલન્સ, હ્યુમન સોર્સ તથા ઈઈઝટ ફુટેજ આધારે આરોપીઓની ઓળખ મેળવી તેમને ઝડપી પાડવા અલગ-અલગ ટીમો ભુજ, અમદાવાદ તથા ગાંધીધામ ખાતે તપાસ કરવા ગઈ હતી. આ ગુનામાં સંડોવાયેલ આરોપીઓને રાઉન્ડઅપ કરી યુક્તિ પ્રયુક્તિ પૂર્વક તેમની સઘન પુછપરછ કરતાં તેઓએ ગુનાની કબુલાત કરી હતી. પરિણામે આ ગુનામાં સંડોવાયેલ નકલી ઊઉના અધિકારી તથા તેના સાથી મળી ૧ મહિલા આરોપી સહિત કુલ ૧૨ આરોપીઓને પકડી પાડવામાં આવ્યા છે. સાથે સાથે ચોરીમાં ગયેલ મુદ્દામાલ તથા ગુનાના કામમાં ઉપયોગમાં લેવામાં આવેલા વાહનોને પણ કબજે કરવામાં આવ્યા છે. ઉપરાંત આરોપી વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવી છે.
પોલીસે આરોપીઓ પાસેથી ૧૦૦ ગ્રામની ૭.૮૦ લાખની કિમતનું સોનાનું બિસ્કીટ, ૧૪.૪૭ લાખની કિમતના ૬ સોનાના લેડીઝ બ્રેસલેટ, ઈ.ડી.નું નકલી આઈકાર્ડ અને ૨.૫૫ લાખની કિમતના ૧૩ મોબાઈલ ફોન, ઉપરાંત ગુનાના કામમાં ઉપયોગમાં લેવામાં આવેલ ૭.૫૦ લાખની મહિન્દ્રા ડઞટ૫૦૦, ૮ લાખની કિમતની મહિન્દ્રા બોલેરો નીયો, ૫ લાખની કિમતની રેનોલ્ડ ડસ્ટર, ૫૦૦૦૦ની કિમતની હોન્ડા એકટીવા મળીને કુલ ૪૫.૮૨ લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.
નકલી ઊઉની ટીમના આરોપી ભરત મોરવાડીયાએ તેના મિત્ર દેવાયત ખાચરને રાધીકા જવેલર્સમાં પાંચ-છ વર્ષ પહેલા ઈંઝની રેડ પડી હતી અને ત્યાં પુષ્કળ પ્રમાણમાં સોના-ચાંદી તથા રોક્ડ ૨કમ મળેલ હતી તેવી માહિતી આપી હતી. તો હાલમાં પણ રાધિકા જવેલર્સના માલીક પાસે ૧૦૦ કરોડથી વધારે પ્રમાણમાં મિલકતો હોવા અંગેની માહિતી આપી. આ માહિતી આરોપી દેવાયત ખાચરે તેના મિત્ર અબ્દુલસતાર માંજોઠીને આપી અને અબ્દુલસતાર માંજોઠીએ આ માહિતી તેના મળતીયા હિતેષ ઠકક૨ તથા વિનોદ ચુડાસમાને આપી અને ભુજ ખાતે મળી ઊઉની રેઈડ કરવાની પ્લાનીંગ કરી હતી.
નકલી અધિકારીઓની યાદી
- ભરતભાઈ શાંતીલાલ મોરવાડીયા (સોની) (૪૦), ગાંધીધામ
- દેવાયત વીસુભાઈ કાઠી (૩૮), અંજાર
- અબ્દુલસતાર ઈશાક માજોઠી (૫૪), વીકલી ન્યુઝના પત્રકાર
- હિતેષ ચત્રભુજ ઠકકર (૪૯), ભુજ
- વિનોદ રમેશભાઈ ચુડાસમા(મોચી) (૪૬), ભુજના
- ઈયુઝીન અગસ્ટીન ડેવીડ (કિશ્ચન) (૬૩), અંજારના
- આશિષ રાજેશભાઈ મિશ્રા (૩૧), અમદાવાદ
- ચન્દ્રરાજ મોહનભાઈ નાયર (૪૬), અમદાવાદ
- અજય જગન્નાથ દુબે (૨૭) અમદાવાદ
- અમિત કિશોરભાઈ મહેતા (૪૫), અમદાવાદ
- શૈલેન્દ્ર અનિલકુમાર દેસાઈ (૪૩), અમદાવાદ
- નિશા વા/ઓ અમિત કિશોરભાઈ મહેતા (૪૨), અમદાવાદ