ગોંડલ રોડ પર વર્કશોપમાંથી જેસીબીના 1.60 લાખના સ્પેરપાર્ટસ ચોરાયા
શહેરમાં ગોંડલ રોડ પર આવેલ પ્રોગેસીવ મોટરના વર્કશોપમાં પાછળનો દરવાજો તોડી તસ્કરો ત્રાટક્યા હતા. અને રૂ.1.60 લાખના જેસીબીના સ્પેરપાર્ટસની ચોરી થતાં માલવીયાનગર પોલીસ દ્વારા ગુનો નોંધી કાર્યવાહી કરી છે.
બનાવ અંગે ગોંડલ રોડ પર એસટી વર્કશોપ પાછળ ગીતાનગર શેરી નં.4 માં રહેતાં અને પ્રોગેસીવ મોટર કંપનીમાં વર્કશોપ ઈન્ચાર્જ તરીકે નોકરી કરતાં હરવિંદસિંહ ચંદસિંહ સિંધી (ઉ.વ.38) એ નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગત તા 18/08 ના સવારના દશેક વાગ્યાની આસપાસ તેઓ વર્કશોપ પર હતાં ત્યારે એક ભાઈ મોરબી મહાનગરપાલીકાની જે.સી.બી. મશીન રીપેરીંગ અર્થે આપવા આવેલ અને ત્યારબાદ તેઓએ જે.સી.બી. મશીનના સ્પેરપાર્ટસ ક્લચ પેક નં-04 તથા બીજા સ્પેરપાર્ટસ ખોલી વર્કશોપના સ્ટોરરૂમમાં રીપેરીંગ કરવા માટે રાખ્યા હતા. બાદમાં ત્યારે રવિવાર હોય જેથી વર્કશોપ બપોરના બંધ કરી જતા રહેલ હતા અને બાદ ગત તા.10/09 ના તેઓ જે.સી.બી. મશીનના જે સ્પેરપાર્ટ સ્ટોર રૂમમાં રાખેલ હતાં, તે રીપેરીંગ કરવા માટે લેવા ગયા તો વર્કશોપનો પાછળનો દરવાજો તૂટેલો જોવા મળ્યો હતો. અને જે.સી.બી. મશીનના રૂ.1.60 લાખના સ્પેરપાર્ટસ ચોરી થયા હોવાનું માલૂમ પડતાં ફરિયાદ નોંધાવી હતી.અને આ મામલે પીએસઆઇ એસ.એ.સિંધી અને ટીમે તસ્કરોની શોધખોળ હાથધરી છે.