વિદેશી કરન્સીમાં રોકાણના નામે એસ્ટેટ બ્રોકરને સુરતના શખસોએ 55 લાખનો ચૂનો ચોપડ્યો
નિલસીટી કલબમાં રહેતાં વેપારીને સુરતના પિતા-પુત્ર સહીત ચાર શખસોએ યુ.એસ.ડી.ટીમાં રોકાણ કરાવી પ્રથમ નાનું વળતર ચૂકવી વિશ્વાસમાં લઇ મોટી રકમ પડાવી લીધી : ગાંધીગ્રામ પોલીસે શોધખોળ હાથધરી
રાજકોટમાં નીલસીટી ક્લબમાં રહેતા એસ્ટેટ બ્રોકરને વિદેશી કરન્સી (યુ.એસ.ડી.ટી)માં રોકાણ કરવાનું કહી ડબલ વળતળ આપવાની લાલચ આપી સુરતના ચાર મિત્રોએ પ્રથમ નાની રકમની વળતળ આપી બાદમાં આંગડિયા મારફત તેમની પાસેથી રૂ.55 લાખ પડાવી છેતરપીંડી કરતા ગાંધીગ્રામ પોલીસે ગુનો નોંધી ચાર શખ્સોની શોધખોળ શરૂ કરી છે.
માહિતી મુજબ રાજકોટના નીલસીટી ક્લબ એડલફી એંકલાઉ ફ્લેટ નં. ડી-302માં રહેતા અને જમીન લે-વેચનું વ્યવસાય કરતા દેવેનભાઈ દિલીપભાઈ મહેતા (ઉ.વ.39)એ ગાંધીગ્રામ પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે સુરતમાં મોટા વરાછામાં ડીમાર્ટ પાસે રોયલ હિલ્સ ગ્રિન પ્લાઝા સી-304માં રહેતા રાજુભાઈ મોહનભાઈ ભંડેરી તથા તેના પુત્ર સિદ્ધાર્થ રાજુ ભંડેરી ઉપરાંત સુરતના અમરોલી વિસ્તારમાં છાપરાભાઠા રોડ પ્રમુખ પાર્ક સોસાયટીમાં રહેતા અંકિત મુકેશભાઈ અજુડિયા અને કામરેજ શિવ વાટીકા સોસાયટીમાં રહેતા જતીન દેવેન્દ્ર કોઠારીનું નામ આપતા જણાવ્યું હતું કે,તેમને ભાવિન સાંગાણી સાથે એક વર્ષથી મિત્રતા હોય એક વર્ષ પહેલા તે મિત્ર ભાવિનના ઘરે ગયા ત્યારે તેમની ઓળખાણ રાજુ ભંડેરી અને તેના પુત્ર સિધ્ધાર્થ ભંડેરી સાથે થઇ હતી. બાદ દેવેનને મિત્ર અંકિત મુકેશ અજુડિયા અને બન્ને ભાગીદારોએ કે જેઓ ક્રિપ્ટો કરન્સીનું કામ કરતા હોય તેમાં રોકાણ કરવાથી ઉંચુ વળતર મળસે તેમ જણાવ્યું હતું. પરંતુ પૈસા ન હોવાથી તેમણે રોકાણ કર્યું ન હતું.ત્યાર બાદ રાજુ ભંડેરીએ ફરી ક્રિપ્ટોમાં રોકાણ કરવાની વાત કરતા તેના પુત્ર સિધ્ધાર્થ ભંડેરીના સાથે વાતચીત કર્યા બાદ તેના કહેવા મુજબ ભવદીપ નાથાણીના નામે 10 લાખનું આંગડિયુ કર્યુ હતું. અને ત્યારે પિતા-પુત્રએ ત્રણ-ચાર કલાકમાં જ વળતર સાથે રૂપિયા આપી દીધા હતાં.જેથી તેમના પર વિશ્વાસ આવી ગયો હતો.
બાદમાં રાજુ ભંડેરી દુબઈ ગયો હોય અને ત્યાંથી દેવેનભાઈને અવાર નવાર રૂપિયાનું રોકાણ કરવા માટે ફોન કરતો હોય જેથી ગત તા. 28-12-23ના રોજ મિત્ર ભાવિનભાઈ પાસેથી 50 લાખ અને બચત કરેલા પાંચ લાખ એમ કુલ 55 લાખ જતીન દેવેન્દ્ર કોઠારીના નામે આંગડિયુ કર્યુ હતું. જે રકમ જતિન દેવેન્દ્ર કોઠારીએ સુરતથી સ્વીકારી હતી. બાદમોં વળતર માટેની રકમ આવશે તેવી રાહ જોયા છતાં રકમ પરત આવી ન હતી અને રાજુ ભંડેરીને ફોન કરતા દુબઈમાં પૈસા ગણતા હોય તેવો વીડિયો અને ફોટો વોટ્સએપમાં મોકલી બીજા દિવસે રકમ મળી જશે તેમ કહ્યું હતું.રાજુ ભંડેરી દુબઈથી પરત આવ્યા બાદ તા. 6-1-24ના રોજ દેવેનભાઈ સુરત ગયા હતા. જ્યાં રાજુ તથા તેના પુત્ર સિધ્ધાર્થ સાથે મુલાકાત કરતા ભાગીદાર અંકિત મુકેશ અજુડિયાએ છેતરપીડીં કરી હોવાનું જણાવ્યું હતું. આમ રાજુ ભંડેરી, તેના પુત્ર સિધ્ધાર્થ તથા તેના ભાગીદાર અંકિત અજુડિયા અને 55 લાખની રકમ સ્વિકારનાર જતીન કોઠારીએ દેવેનભાઈ સાથે છેતરપીંડી કરી હોવાનું માલુમ પડતા તેમને ગાંધીગ્રામ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી કરી છે.