નવયુગપુરામાં જૂની અદાવતમાં બે પાડોશી પરિવાર વચ્ચે ધિંગાણું ખેલાયું
પથ્થરોના અને સોડાની બોટલોનો એકબીજા પર ઘા કરતાં મહિલા સહિત બે ઘવાયા : એ ડિવિઝન પોલીસે સામસામે ગુનો નોંધી કાર્યવાહી કરી
શહેરમાં નવયુગપરા શેરીમાં જુની અદાવતનો ખાર રાખી બે પરિવારો વચ્ચે પથ્થર અને સોડા બોટલના સામસામા છુટા ઘા થતા એક મહિલા ઈજાગ્રસ્ત થઈ હતી. અને જ્યારે આ બનાવ અંગે એ ડીવીઝન પોલીસે સામસામી ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી કરી છે.
બનાવ અંગે સાગર ચોકમાં નવયુગપરા શેરી નં.2માં રહેતા સંગીતાબેન રવજીભાઈ મુછડીયા (ઉ.25)એ નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે ભરત ઉર્ફે બબુ કેશુ વાઘેલા, નિરંજન ઉર્ફે હપુ કેશુ વાઘેલા, કીશોર વાઘેલા, રાહુલ કીશોર વાઘેલાનું નામ જણાવ્યું હતું કે બુધવારના હું મારી માતાને ઘરે ઉતારી નાસ્તો લેવા ગુંદાવાડીમાં આવેલી ત્યારે નિરંજન ઉર્ફે હપુ તેનો ભાઈ ભરત ધસી આવી તેણીને ફડાકા ઝીંકી દીધા હતા. જે બાબતે તેણીના પિતા રવજીભાઈ અને ભાઈ પ્રદીપ સહીતના લોકો નિરંજનને સમજાવવા તેના ઘરે જતા હતા ત્યારેઆરોપીઓએ તેના ઘરના ત્રીજા માળેથી ગાળો બોલી સોડાની ખાલી બોટલ શેરીમાં ઘા કરી ઇજા પહોંચાડતા એ ડિવિઝન પોલીસે ગુનો નોંધ્યો છે.
જયારે સામાપક્ષે નવયુગપરા શેરી નં.2માં જ રહેતા ભરતભાઈ ઉર્ફે બબુ કેશુ વાઘેલા ઉ.27 એ નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે પ્રદીપ રવજી મુછડીયા, રવજી માવજી મુછડીયા, પ્રેમજી માવજી મુછડીયા, જયદીપ મોહન રાઠોડના નામ આપી જણાવ્યું હતું કે,તે નાસ્તો લેવા ગુંદાવાડીમાં બાઈક લઈ ગયેલ હતો ત્યારે બલદેવ હોટલ પાસે શેરીમાં રહેતો પ્રદીપ મુછડીયાના માસીનો પુત્ર જયદીપ તેનું એકસેસ લઈ પાછળ આવતો હોય અને હોર્ન મારતો હોય જેથી તેને શું કારણે હોર્ન મારે છે કહેતા જયદીપ ઉભો રહીને ગાળો આપી હતી. અને રાત્રીના આરોપીઓ તેના ઘરે આવ્યા હતા. અને સોડા બોટલોનો અને પથ્થરોનો ઘા કરી હુમલો કર્યો હતો.અને આ મામલે એ-ડિવિઝન પોલીસે બંને પક્ષો સામે ગુનો નોંધ્યો છે.