પ્રેમ લગ્ન કરનાર પરિણીતાને સાસરિયાઓનો ત્રાસ
રાજકોટમાં કાલાવડ રોડ પર માવતરના ઘરે રહેતી અને પ્રેમ લગ્ન કરનાર પરિણીતાને સાસરિયાઓ માનસિક ત્રાસ આપી મારકૂટ કરતા હોવાથી તેણીએ મહિલા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.વિગત મુજબ પાયલબેન નામની મહિલાએ નોંધાવેલી ફરિયાદમાં આરોપીમાં તેના પતિ આશિષ સોઢા,સસરા વિનોદ સોઢા,નણંદ પૂજા મકવાણા અને નણંદોયા મિલન મકવાણાનું નામ આપતા જણાવ્યું હતું કે,તેણીના પ્રથમ લગ્ન બાદ છૂટાછેડા થતા તેમને આશિષભાઈ સાથે બીજા પ્રેમ લગ્ન કર્યા હતા.શરૂઆતમાં બધું સરખું ચાલ્યા બાદ પતિના અન્ય સ્ત્રી સાથે સબંધ હોવાની જાણકારી ફરિયાદીને થઇ ગઈ હતી.જેથી પતિ અવારનવાર ત્રાસ આપી મારકૂટ કરી મારી નાખવાની ધમકીઓ આપતો હતો. ઉપરાંત અન્ય સાસરિયાઓ પણ પતિનો સાથ આપીને ઝગડો કરી મેણાટોણા મારતા હતા.જેથી આ મામલે મહિલા પોલીસમાં ફરિયાદ કરતા પોલીસે ગુનો નોંધ્યો છે.
