3000માં જીવ જોખમમાં મૂકી `વાહન રેસિંગ’નો જુગાર રમતાં 14 પકડાયા
- આ નવું! પડધરી નજીક હાઇ-વે પર બાઈક અને કારની રેસ લગાવી ભાવ લગાડતા હતા
- પડધરી પોલીસના PSI જી.જે.ઝાલા અને ટીમે રોકડ અને નવ વાહનો મળી ૬.૪૨ લાખનો મુદ્દામાલ કબજે કર્યો
- વાહનો પર સ્ટંટ કરતા હતા ત્યારે પકડાઇ ગયા
હવે જુગારીઓ જુગાર રમવા માટે માર્કેટમા નવુ લાવ્યા છે.તેમાં વાહનો સાથે તેઓ સ્ટંટ તો કરે છે.પણ તે સ્ટંટ પર સટ્ટો લગાવી માત્ર ત્રણ હજાર માટે પોતાનો અને અન્યનો જીવ જોખમમા મૂકે છે.ત્યારે રાજકોટની ‘મોત સે દોસ્તી’ નામની ટોળકીએ જામનગર રોડ પર તરઘડી નજીક હાઇવે પર બે વાહનોની રેસ લગાવી તેની પાછળ અન્ય શખ્સો વાહનો હંકાવી રેસ પર ભાવ લગાડી જુગાર રમતાં ૧૪ શખ્સોને પડધરી પોલીસ મથકની ટીમે દબોચી રોકડ અને નવ વાહનો મળી રૂ.૬.૪૨ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.જેમા તેઓ માત્ર ૩ હજારની રકમ જીતવા માટે અને મનોરજન માટે પોતાનો અને અન્યનો જીવ જોખમમા મૂકતા હતા.
વિગત મુજબ, પડધરી પોલીસ મથકના પીએસઆઈ જી.જે.ઝાલા અને એએસઆઈ બી.એમ.જાડેજા, ડી.બી.લાવડીયા, કોન્સ્ટેબલ વસતભાઈ ભૂંડિયા અને જ્યેન્દ્રસિહ જાડેજા સહિતનો સ્ટાફ પેટ્રોલિગમાં હતો ત્યારે તરઘડી નેશનલ હાઇવે પર જય દ્વારકાધીશ હોટલ પાસે અમુક શખ્સો ટોળું વળી વાહનો પર સ્ટંટ કરતા જોવા મળતા પોલીસ દ્વારા તેઓને અટકાવીને તેમની પૂછપરછ કરતા જણાવા મળે કે, તેઓ ‘મોત સે દોસ્તી’ નામનુ ગ્રૂપ ચલાવે છે.
જેમા વાહનો વચ્ચે રેસ કરી તેના પર રૂ.૩ હજારનો ભાવ લગાડી જુગાર રમતાં હોવાની કબૂલાત આપી હતી. જેથી પોલીસની ટીમે વાહનોની રેસ લગાડી જુગાર રમતાં રાજકોટના રૈયાધારના વિશાલભાઈ વિશુભાઈ વાઘેલા, રામાપીર ચોકડી પાસે રહેતા મહેંદ્ર કેશુ કલાડીયા,રાજકોટ રેલવે સ્ટેશન પાસે રહેતા રોહીત મના સોંલકી, કૈશીક ઉર્ફે દેવો કાલુ કુવરીયા, રામાપીર ચોકડી પાસે રહેતા રાજુ રઘુ અલગોતર, રૈયા રોડ શિવપરામાં રહેતા ગૌતામ પ્રવીણ મકવાણા અને વસીમ સબીર કાદરી, મોરબી રોડ પર રહેતા યોગેશ કાનજી ચોહાણ,ગોપાલ ચોકમા રહેતા સોહીલ ઉર્ફે ભોલો અરૂણ પરમાર અને ધર્મેશ મનસુખ રાઠોડ, ધર્મરાજ પાર્કમા રહેતા પ્રભાત હરી વાળા, કેકેવી હોલની પાછળ રહેતા વિજય નારણ સોલકી અને પોપટપરામાં રહેતા અજય દીનેશ સવાસડીયા અને પ્રદીપ રસિક મકવાણાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.જ્યારે આ શખ્સો પાસેથી પોલીસે રોકડ રૂ.૪૨ હજાર અને કાર, બાઈક સહિત નવ વાહનો મળી કુલ રૂ.૬.૪૨ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. જ્યારે તમામની પૂછપરછ કરતા તેઓએ કબૂલાત આપી હતી કે તેઓ માત્ર ત્રણ હજાર રૂપિયા માટે આર એસ લગાડી પોતાનુ મનોરજન કરતા તેમજ પોતાનો અને અન્યનો જીવ જોખમમા મુકતા હતા. જેથી હાલ આ શખ્સો કેટલા સમયથી આ પ્રકારની રેશ લગાવતા હતા.અને અન્ય કેટલા શખ્સો તેની સાથે જોડાયેલા છે. તે વિશેની પુછપરછ હાથ ધરી છે.