જમીન કૌભાંડના કેસમાં ઇમરાન ખાનને 15 વર્ષની સજા ફરમાવાઈ
ટ્રસ્ટના નામે જમીન હડપી: પત્નીને 7 વર્ષની સજા
રાવલપિંડીની એક અદાલતે પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાનને જમીન સંબંધિત ભ્રષ્ટાચારના કેસમાં 15 વર્ષની કેદ અને દસ લાખ પાકિસ્તાની રૂપિયાના દંડની તેમ જ તેમના ત્રીજા પત્ની બુશરા બીબીને સાત વર્ષની કેદ અને પાંચ લાખ પાકિસ્તાનની રૂપિયાના દંડની સજાફરમાવી હતી.
પ્રાપ્ત વિગત મુજબ ઇમરાન ખાન અને તેમના ત્રીજા પત્ની બુશરા બીબીએ ઇમરાન વડાપ્રધાન હતા ત્યારે વર્ષ 2018માં અલ કાદિર ટ્રસ્ટની સ્થાપના કરી હતી.આ ટ્રસ્ટ દ્વારા ઇસ્લામાાદ નજીક ધાર્મિક અને આધ્યાત્મિક શિક્ષણ આપતી યુનિવર્સિટીની સ્થાપના
કરવામાં આવી હતી.નોંધનીય છે કે બુશરા બીબી સ્પીરીચ્યુઅલ હિલર હોવાની ખ્યાતિ ધરાવે છે અને ઇમરાન ખાને તેમને પોતાના આધ્યાત્મિક ગુરુ ગણાવ્યા છે.બીજી તરફ આ ટ્રસ્ટ ના માધ્યમથી વગદાર ધનિકો પાસેથી જમીનો મેળવી ભ્રષ્ટાચાર આચર્યો હોવાની ફરિયાદ નોંધાઇ હતી.
પાકિસ્તાનના ઇન્ટિરિયર મિનિસ્ટર રાણા સનાઉલ્લહ ના જણાવ્યા અનુસરવા પાકિસ્તાનના સૌથી વધુ ધનિકો પૈકીના રીયલ એસ્ટેટ ડેવલપર મલિક રઝા હુસેન પાસેથી જમીનો ‘ દાન ‘ માં લેવા માટે આ ટ્રસ્ટનો ઉપયોગ થતો હતો. આ ટ્રસ્ટ પાસે ઇમરાન ખાન ના હિલટોપ બંગલા નજીક જ ઇસ્લામાબાદમાં 60 એકર જમીન છે. અદાલતમાં ખુલેલી વિગતો અનુસાર ટ્રસ્ટની યુનિવર્સિટીનું સતાવાર સરનામું પંજાબ પ્રાંતના જેલમ જીલ્લાનું છે પરંતુ એ જમીન ઉપર નામનું જ બાંધકામ કરવામાં આવ્યું છે.નોંધનીય છે કે અન્ય એક કેસમાં ઇમરાન ખાન 2023 થી જેલમાં છે. ખાન અત્યાર સુધીમાં ચાર કેસમાં દોષિત ઠરી ચૂક્યા છે.હવે આ નવી સજા ને પગલે તેમનું સંકટ વધ્યું છે.