કાર ચાલકે પૂરપાર ઝડપે કાર ચલાવી ટ્રીપલ અકસ્માત સર્જ્યો,ઘાયલોએ ફરીયાદ કરવાનું ટાળ્યું
રાજકોટ-જામનગર હાઇવે પર એક કાર ચાલકે પૂરપાર ઝડપે કાર ચલાવી ટ્રીપલ અકસ્માત સર્જ્યો હતો. સર્જાયો હતો. આ હિટ એન્ડ રનની આ ઘટનામાં બે બાઇકમાં જતા બે દંપતીને અડફેટે લેતા ચારેયને સારવાર માટે હોસ્પીટલમાં ખસેડાયા હતા. અકસ્માત સર્જી નાસી છુટેલા કાર ચાલકને માધાપર ચોકડી પાસેથી પડકી લેવાયો હતો. આ મામલે ઈજાગ્રસ્ત દ્વારા પોલીસ ફરીયાદ કરવાનો ઇનકાર કર્યો હતો.
જીજે 03-એમબી-૭૦૭૭ નંબરની કારના ચાલકે જામનગર હાઇવે પર ખંઢેરી નજીક ધ ગ્રાન્ડ મુરલીધર હોટેલ પાસે બે બાઈક સ્વાર દંપતીને ઠોકરે લઇ કાર ચાલકે કાર ભગાવી મુકી હતી. ઘાયલોમાં નવો ૧૫૦ રીંગ રોડ ઉપર રેસકોર્ષ રેસીડેન્સી સનરાઇઝ ગોલ્ડમાં રહેતા અજયભાઇ જગદીશભાઇ ઠાકર (ઉ.૩૫) તેના પત્નિ નેત્રીબેન (ઉ.૩૧) તથા બીજા ટુવ્હીલરમાં વર્ધમાન રેસિડેન્સી નવા રેસકોર્ષ પાસે રહેતા ભાર્ગવભાઇ રવિન્દ્રભાઇ રાજ્યગુરૂ (ઉ.વ.૨૮) અને તેના પત્નિ હેતલબેન (ઉ.૨૫)ને ઈજા થતા સારવાર માટે ખસેડાયા હતા. અકસ્માત સર્જનાર કાર બાબતે પોલીસને જાણ કરવામાં આવતા કાર ચાલકેને માધાપર ચોકડી પાસેથી પકડી લેવાયો હતો. પડધરી પીએસઆઇ જે. જી. ઝાલા સહિતનો સ્ટાફ રાજકોટ આવ્યો હતો ચાલક રાજકોટ)નો ભરત બોળીયા હોવાનું અને તેણે પોલીસ સમક્ષર રટણ કર્યુ હતું કે અચાનક બાઇક રોડ વચ્ચે આવી જતાં તેને બચાવવાના પ્રયાસમાં કાબૂ ગુમાવતાં અકસ્માત સર્જાયો હોવાનું જણાવ્યું હતું. જો કે ઘાયલોએ ફરિયાદ નોંધાવવાનું ટાળ્યું હતું.