આજીડેમ ચોકડી પાસેથી 14 ચોરાઉ મોબાઈલ સાથે ગોંડલનો તસ્કર પકડાયો
અંજારમાંથી મોબાઈલ ચોરી કરીને ગોંડલ ભાગતી હતો ત્યારે આજીડેમ પોલીસે દબોચી રૂ.1.50 લાખનો મુદામાલ કબ્જે કર્યો
આજીડેમ ચોકડી પાસેથી 14 ચોરાઉ મોબાઈલ સાથે ગોંડલનો તસ્કરને આજીડેમ પોલીસે ઝડપી રૂ.1.50 લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો. ગઠિયો અંજારમાંથી મોબાઈલ ચોરી કરી ગોંડલ ભાગી રહ્યો હતો. ત્યારે જ પોલીસે પકડી પાડ્યો હતો.
આજીડેમ પોલીસ મથકના પીઆઈ એ.બી.જાડેજાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ જે.જી.રાણા ટીમ સાથે પેટ્રોલિંગમાં હતાં ત્યારે સાથેના એ.એસ.આઇ. રવિ વાંક, કોન્સ્ટેબલ મહેશ કોઠીવાળ, જગદિશસિંહ પરમારને એક શખ્સ મોરલીધર વે-બ્રીજ પાસે ચોરાઉ મોબાઈલ સાથે ઉભો હોવાની મળેલ ચોક્કસ બાતમીના આધારે સ્ટાફે દરોડો પાડી ગોંડલના અર્જુન ભીખા દાણીધારીયા (ઉ.વ.23) નામના શખસની ધરપકડ કરી હતી. અને તેની પાસે રહેલ અલગ અલગ કંપનીના 14 ચોરાઉ મોબાઈલ કુલ રૂ.1.50 લાખનો મુદામાલ કબ્જે કરી પૂછતાછ હાથ ધરી હતી. વધુમાં જાણવા મળ્યું હતું કે, ચોરાઉ મોબાઈલ સાથે પકડાયેલો શખ્સ અંજાર પંથકમાંથી મોબાઈલ ચોરી કરી ગોંડલ તરફ જતો હોવાની કબૂલાત આપી હતી.