સુરેન્દ્રનગર જીલ્લાના મૂળી તાલુકાના આસુન્દ્રાળી ગામે પ્રેમીએ વીડિયો વાયરલ કરવાની કહીં બ્લેકમેલ કરતાં 23 વર્ષીય યુવતિએ ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. માતા-પિતાના છૂટાછેડા બાદ યુવતી માતા સાથે રહી સિલાઈ કામ કરી ગુજરાન ચલાવતી હતી મોતથી પરિવારમાં શોક છવાઈ જવા પામ્યો હતો.પોલીસે ફરેન્સિક પીએમ કરવા મૃતદેહને રાજકોટ ખસેડયો હતો.
મળતી માહિતી મુજબ, મૂળી તાલુકાના આસુન્દ્રાળી ગામે રહેતી 23 વર્ષીય કિરણબેન લક્ષ્મીબેન પરમાર નામની યુવતીએ ગઈકાલે ઘરે પંખામાં દોરડું બાંધીને ગાળા ફાંસો ખાઈ લીધો હતો. સાજના સમયે લક્ષ્મીબેન વાડીએથી ઘરે આવતા પુત્રીને લટકતી જોઈ હતપ્રભ થઈ ઉઠ્યા હતા. બનાવ અંગે જાણ થતા પાડોશી દોડી આવ્યા અને પોલીસને જાણ કરી હતી. મૂળી પોલીસના સ્ટાફે મૃતદેહને ફોરેન્સિક પીએમ અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
આ પણ વાંચો :સાંસદ રામભાઇનો રણકાર; વિદેશી કાર, પેન, ઘડીયાલને આપી તિલાંજલી
અહીં પરિવારે જણાવ્યું હતું કે, લક્ષ્મીબેનના વર્ષો પેહલા છૂટાછેડા થઈ ગયા હતા ત્યારબાદ બંને માં-દીકરી એકલા રહેતા હતા. કિરણને ગામમાં જ રહેતા નરેશ નાગરભાઈ પરમાર નામના યુવક સાથે 4 વર્ષથી પ્રેમસંબંધ હતો જે બાદ કિરણે સબંધો તોડી નાખવાનું કહેતા નરેશ તેની પાસે રહેલા કેટલાક વીડિયો વાયરલ કરી આપવાની ધમકી આપતો અને બ્લેકમેલ કરતો હોય તેથી કિરણ ડિપ્રેશનમાં રહેતી હતી. પરિવારે વધુ આક્ષેપો કરતાં જણાવ્યું હતું કે, યુવતીએ આત્મહત્યા કરતા પહેલા નરેશ સાથે વીડિયો કોલમાં વાત કરી હતી જો કે હાલ મોબાઈલ પોલીસના કબજામાં હોય ત્યારે તેનો લોક ખૂલ્યા બાદ જ હકીકત સામે આવશે માતાના જીવનનો સહારો ચાલ્યો જતા પરિવારમાં ગમગીની છવાઈ ગઈ હતી.
