ચોટીલાના જાનીવડલા ગામે ગાંજાનું વાવેતર પકડાયું
36 કિલોના ગાંજાના છોડ મળી કુલ 3.36 લાખનો મુદામાલ એસ.ઓ.જીએ કબ્જે કર્યો
સુરેન્દ્રનગર જિલ્લામાં કેફી પદાર્થોની ખાનગીમાં ખેતી કરવાનો સિલસિલો યથાવત રહ્યો છે.ત્યારે જિલ્લા એસઓજી ની ટીમે ચોટીલાનાં જાનીવડલા ગામની સીમમાં બાતમીના આધારે ગાંજાનું વવાતેર ઝડપી પાડી એક શખ્સની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
વિગત મુજબ ચોટીલા તાલુકામાં એસ.ઓ.જી ના પીઆઇ બી.એચ.સિંગરખીયાને બાતમી મળી હતી કે.જાનીવડલા ગામનાં સીમ વિસ્તારમાં ખીમાભાઇ સામતભાઈ રબારીનું વર્ષો થી ભાગીયુ વાવતા રાજપરા ગામના રોજાસરા ગોવિંદભાઈ કુકાભાઇ એ ખેતરમાં કપાસ તુવેરનાં ઉભા પાકની આડાશમાં વચ્ચે વચ્ચે ગાંજાનું વાવેતર કરેલ છે.જે આધારે સ્ટાફ સાથે દરોડો પાડી ખેતરમાં તલાસી લેતા ખેતરની બંન્ને તરફ નાના મોટા 30 જેટલા લીલા ગાંજાનાં છોડ મળી આવતા ધોરણસરની કામગીરી હાથ ધરી હતી કલાકો ની જહેમત બાદ આશરે 36.300 કિ.ગ્રા લીલા ગાંજાનાં રૂ.3.63 લાખ નો મુદ્દામાલ ઝડપી પાડી આરોપીને ધરપકડ કરી હતી. પ્રાથમિક પુછતાછ કરતા આરોપીએ કબૂલાત આપી હતી કે,આ છોડ નું બિયારણ અજાણ્યા સાધુ પાસેથી લીધુ હતું.