વિંછીયા અને ભાડલામાં જુગારના દરોડા : 16ને દબોચ્યા
ભીમ અગિયારસ આવી રહી છે. તેની સાથે રાજકોટ ગ્રામ્યમાં જુગારીઓએ માંજા મૂકી છે. જેમાં ગઇકાલે જસદણમાં જુગારધામ પકડાયા બાદ વિંછીયા પોલીસે કંધેવાળીયા અને દેવધરી માંથી પત્તા ટીંચતા 13 અને ભાડલા પોલીસે 3 જુગારીઓને દબોચી લીધા હતાં. પોલીસે ત્રણેય સ્થળેથી રોકડ રૂ.48260 કબ્જે કરી ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.માહિતી મુજબ વિંછીયા પોલીસે કંધેવાળીયા ગામે વાડી વિસ્તારમાં કલ્પેશભાઈ ઉર્ફે કાળુ મેરામભાઈ ઓળકીયાની વાડીમાં દરોડો પાડી જુગાર રમતા 8 શખ્સોને પકડી રૂ. 17,480 રોકડ કબજે કરી હતી. બીજા દરોડામાં દેવધરી ગામમાં અવેડા પાસે ખુલ્લી જગ્યામા જુગાર રમતા 4ને પકડી 6 હજાર રોકડ અને ભાડલા ગામે સીમમાં આવેલ ડુંગરની પાછળ મનીષભાઇ મોહનભાઇ કાકડીયાની વાડીએ મકાનની સામે ઝાડ નીચે જાહેરમાં જુગાર રમતા 3ને પકડી રૂ.24 હજાર રોકડ કબજે કરી હતી.