લાયસન્સ વગર અને પ્રતિબંધિત ફટકાડા વેચનારચાર વેપારીની ધરપકડ
સદર બજાર સહિતના વિસ્તારમાં લાયસન્સ વગર ફટકાડા વેચનાર, પ્રતિબંધિત ઉંદરડી સહિતના ફટકડાનું વેચાણ કરનાર ચાર ધંધાર્થી સામે પોલીસે જાહેરનામા ભંગ અંગેના કેસ કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી. પ્ર.નગર પોલીસે શહેરના સદર બજાર વિસ્તારમાં પ્રતિબંધિત ઉંદરડીનું વેચાણ કરનાર હરી ભલાભાઇ પરમારઅને લાયન્સ વગરફટાકડા વેચવાણ કરનાર રૂષિકેશ રમેશભાઇ સિંધવડસામે ગુનો નોંધ્યો હતો. ઉપરાંત શીઆજીડેમ પોલીસે પ્રતિબંધિત ફટાકડાની લૂમ વેચતો શ્રી રામ સિઝન સ્ટોરના સંચાલક હસમુખ રવજીભાઇ ગજેરાસામે તેમજ યુનિવર્સિટી પોલીસે ન્યુ પરિમલ સોસાયટી શેરી નં.3 ના ખૂણે લાયસન્સ વગર મધુવન સિઝન સ્ટોરનામની દુકાનમાં ફટાકડાનું વેચાણ કરનાર ધંધાર્થી જમનાદાસ કાનજીભાઇ મણવર સામે ગુનો નોંધી કાર્યવાહી કરી હતી