રાજકોટમાં થર્ટી ફસ્ટ માટે મંગાવેલો રૂ.15.56 લાખનો વિદેશી દારૂ પકડાયો
- રાજકોટ શહેર અને જિલ્લામાં બે દરોડામાં રૂ.32.61 લખનો મુદ્દમાલ કબજે
- રાજકોટના નામચીન બુટલેગર ફિરોઝ સહિત ત્રણ ફરાર
31 ડિસેમ્બર ફર્સ્ટ રાજકોટ શહેર અને જિલ્લામાં ઘૂસાડવામાં આવેલ 3588 બોટલ રૂ.15.56 લાખનો વિદેશી દારૂનો જથ્થો પકડી પાડ્યો હતો. બે દરોડામાં રૂ.32.61 લાખનો મુદ્દમાલ કબજે કર્યો હતો. ગોંડલના ગુંદાસરા ગામ પાસે રૂરલ ક્રાઇમબ્રાંચે કટીંગ વખતે જ દરોડો પાડી રાજકોટના નામચીન બુટલેગર ફિરોઝ સંધીનો ૧૦.૭૬ લાખનોદારૂનો જથ્થો પકડી પાડી રાજસ્થાની શખ્સને ૧પ.૮૧ લાખના મુદામાલ સાથે ઝડપીલીધો હતો. જયારે રાજકોટ શહેર ક્રાઇમ બ્રાંચની ટીમે રણછોડનગર, સદગુરૂનગર શેરી નં. ૧, મયુરનગર પાછળ બુટલેગરના ઘરે દરોડો પાડી રૂ.4.80 લાખનો 1248 બોટલ વિદેશી દારૂ પકડી પડયો હતો.
થર્ટી ફસ્ટ પુર્વે પ્યાસીઓની પ્યાસ બુઝાવવા દારૂની રેલમછેલ કરવાબુટલેગરો સક્રિય થયા હોય બુટલેગરોએ મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો મંગાવ્યો હોય પોલીસે વોચ ગોઠવી હતી. જીલ્લાપોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠૌડની સૂચનાથી પી. આઈ. વી.વી.ઓડેદરાની ટીમે ગોંડલ તાલુકા ગુંદાસરા ગામે એકતા ઇન્ડ. એસ્ટેટ વિસ્તારમાં આવેલ ભરતશામજીભાઇ લાડાણીના ગોડાઉનમાંદારૂના કટિંગ વખતે દરોડો પાડી જીજે ૪ એડબલ્યુ ૭૩૮૪ મહીન્દ્રા બોલેરો પીકઅપ વાહન સાથે રૂા. ૧૦,૭૬,૪૦૦ની કિમતની ર૯૯ પેટી એટલે કે ૩પ૮૮ બોટલ વિદેશી દારૂ સાથે રાજસ્થાનના પ્રેમકુમાર લીંબારામ રાવની ધરપકડ કરી હતી.
પૂછપરછમાં આ દારૂનો જથ્થો રાજકોટના નામચીન બુટલેગર ફિરોજ ઉર્ફે ફિરીયો હાસમભાઇ મેણુ તથા ધવલરસીકભાઇ સાવલીયાએ મંગવેલો હોવાનું ખૂલ્યું હતું. વિદેશી દારૂનો જથ્થા સહિત કુલ રૂ.૧પ,૮૧,૪૦૦ નો મુદામાલ કબજે કરવામાં આવ્યો હતો. સાથે ઝડપી લીધો હતો. બીજા દરોડામાં રાજકોટ ક્રાઇમ બ્રાંચની ટીમે બાતમીના આધારે રણછોડનગર, સદગુરૂનગર શેરી નં. ૧માં રહેતા બુટલેગર અજયભાઇ મોહનભાઇ સરવૈયાના સંતકબીર રોડ ઉપર, મયુરનગર, શક્તિ ઇન્ડસ્ટ્રીઝ ઝોનમાં આવેલ ડેલામાં દરોડો પાડી માલવાહક બોલેરો પીક નંબર **GJ-04-AW-6023માં વિદેશી દારૂની ૧,૨૪૮ નંગ બોટલો કિ.રૂ. ૪,૮૦,૦૦૦ સહિત કુલ કિ.રૂ. ૭,૮૦,૦૦૦ નો મુદ્દામાલ કબજે કર્યો હતો દરોડામાં બુટલેગર અજય ભાગી ગયો હતો.