પતિ-પત્ની ઓર વોહ : પ્રેમિકાએ તરછોડતા બે સંતાનના પિતાનો આપઘાત
શહેરમાં પતિ-પત્ની ઓર વોહના ત્રિકોણીયા પ્રેમ સંબંધમાં પ્રેમિકાએ તરછોડી દેતા બે સંતાનના પિતાએ ગળાફાંસો ખાઇ જિંદગી ટૂંકાવી લેતા પરિવારમાં ઘેરો શોક છવાઈ જવા પામ્યો હતો.
મળતી વિગતો મુજબ, શહેરના મોરબી રોડ પર આવેલી સોહમ સોસાયટી શેરી નં ૨ માં રહેતા ૩૧ વર્ષીય મનીષ અરવિંદભાઈ જાદવ નામના યુવકે ગઈકાલે મોડી રાત્રે ઘરમાં પંખામાં ચુંદડી બાંધીને ગળાફાંસો ખાઈ લીધો હતો. સવારે યુવકની પત્ની જાગતા પતિ જ પતિની લટકતી હાલતમાં જોતા જ દેકારો મચી જવા પામ્યો હતો. કોઈ ૧૦૮ ને જાણ કરતા તબીબી સ્ટાફે યુવકને તપાસી મૃત જાહેર કરી ઘટના અંગે બી ડિવિઝન પોલીસ મથકે જાણ કરતા હેડ કોન્સ્ટેબલ મેહલ પંડ્યા સહિતનો સ્ટાફ દોડી આવ્યો હતો. જે બાદ જરૂરી કાગળ કાર્યવાહી કરી મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડયો હતો.
પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યું હતું કે, મૃતક મનીષના લગ્ન ૯ વર્ષ પેહલા થયા હોય અને તેને બે સંતાનો છે. એકાદ વર્ષ પહેલા તેને અન્ય યુવતી સાથે આંખ મળી હોય જેથી મૈત્રી કરાર કરીને તેણીને ઘરે પત્ની સાથે રહેવા લઈ આવ્યો હતો. જે બાદ અઠવાડિયા અગાઉ જ પ્રેમિકાએ કોર્ટે મારફતે મૈત્રી કરાર તોડી આવતા મૃતક મનીષને લાગી આવ્યું હતું જેથી આ પગલું ભરી લીધું હતું. બે સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં ઘેરો શોક છવાઈ જવા પામ્યો છે.