અરર.. આ યુપીમાં શું થવા બેઠું છે ? શું થયું ? જુઓ
યુપીમાં મહિલાઓ અને કિશોરીઓ પર દુષ્કર્મની ઘટનાઓ વધી રહી છે અને હવે નાની બાળાઓને પણ બેફામ બનેલા રાક્ષસો નિશાન બનાવી રહ્યા છે. હવે ધોળા દિવસે જ કિશોરીઓનું અપહરણ પણ થઈ રહ્યું છે અને મંગળવારે વધુ એક આવી ચોંકાવનારી ઘટના બહાર આવી હતી.
લખનૌમા 5 માં ધોરણની સ્ટુડન્ટ બાળા સાથે સામૂહિક દુષ્કર્મ આચરવામાં આવ્યાની ઘટના બનતા લોકોમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો અને સેંકડો લોકો રસ્તા પર વિરોધ કરવા એકત્ર થઈ ગયા હતા. બાળાને સારવાર માટે હોસ્પિટલ ખસેડવી પડી હતી. બાળા સ્કૂલેથી ઘરી જઈ રહી હતી ત્યારે હરામખોરોએ તેને ઉઠાવી લીધી હતી.
લખનૌના સરોજિનીનગર વિસ્તારમાં ધોરણ 5 માં અભ્યાસ કરતી બાળાને કેટલાક બદમાશ લોકો ઉઠાવી ગયા હતા અને તેની સાથે મોઢું કાળું કર્યું હતું. આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં ભારે ટેન્શન ઊભું થયું હતું અને લોકોએ વિરોધ પ્રદર્શન શરૂ કરી દીધું હતું.
પોલીસે આ ઘટનાની તપાસ શરૂ કરીને આરોપીઓની શોધખોળ શરૂ કરી છે. લોકોએ પોલીસ સામે પણ દેખાવો કર્યા હતા. બદમાશોને કડક સજા કરવાની માંગણી કરી હતી. પોલીસને એવી જાણકારી મળી હતી કે બાળાનું અપહરણ કરવામાં આવ્યું હતું.