રૈયા ટેલીફોન એકસચેન્જ પાસે ફ્લેટમાં પતા ટીચતી આઠ મહિલાઓ પકડાઈ
રૈયા ટેલીફોન એકસચેન્જ પાસે હરીનગર-૪ માં આવેલા એપાર્ટમેન્ટના ફ્લેટમાં મહિલા સંચાલીત જુગારધામ પર પોલીસે દરોડો પાડી પતા ટીચતી 8 મહિલાઓને પકડી રૂ.29,150ની રોકડ રકમ કબજે કરી હતી.
વિગત મુજબ હરીનગર-૪ માં આવેલા તુલસીપત્ર એપાર્ટમેન્ટના ફલેટમાં મહીલા સંચાલીત જુગારધામ ચાલતુ હોવાની યુનિવર્સિટી પોલીસ મથકના સ્ટાફને બાતમી મળતા તેઓએ તુલસીપત્ર એપાર્ટમેન્ટમાં દરોડો પાડી ફલેટ નં. 402માં તીનપતીનો જુગાર રમતા ફલેટ માલીક ભારતીબેન જીતેન્દ્રભાઇ ધ્રુવ, જંકશન પોલીસ ચોકીની બાજુમાં ગંગોત્રી એપાર્ટમેન્ટમાં રહેતા કવીતાબેન રમેશભાઇ આપલાણી, રૈયા રોડ અલ્કાપુર સોસાયટીના ચેતનાબેન મીલનભાઇ સંઘાણી, ગાંધીગ્રામ શેરી નં.રના એકતાબેન ગૌરાંગભાઇ કેસરીયા, ગાંધીગ્રામ શીતલપાર્ક પાસે રવી ટેનામેન્ટના અલ્પાબેન નિલેશભાઇ ઉનડકટ, પુનીતના ટાંકા પાસે પટેલ શેરીમાં રહેતા વનીતાબેન પ્રતાપગીરી ગોસ્વામી, 150 ફુટ રોડ અમીપાર્ક સોસાયટીના બીનાબેન રાજુભાઇ શાહ અને હનુમાનમઢી પાસે તીરૂપતી-1ના નીતાબેન તેજસભાઇ દોમડીયાને પકડી લઇ રૂ.29,150ની રોકડ સહિતની મતા કબ્જે કરી હતી.