પોતાની જમીનમાં દીવાલ બનાવવાની કામ અટકાવ્યું,પોલીસને જાણ કર્યા છતાં ન્યાય નહી મળતા ભરેલું પગલું
ગોંડલ તાલુકાના રૂપાવટી ગામે પોતાની માલિકીની જગ્યામાં મકાન બનાવતા બે ભાઈઓને સરપંચના પુત્રો આવી ધમકી આપી કામ અટકાવતા હતા જે અંગે પોલીસને જાણ કર્યા છતાં કોઈ કાયર્વાહી નહી કરાતા બન્ને સગા ભાઇઓએ સરપંચ પુત્રના ત્રાસથી આપઘાતનો પ્રયાસ કરતા બંનેને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
રૂપાવટી ગામે રહેતા કિરીટ દીનેશભાઇ સોલંકી અને તેના ભાઈ ભરત દિનેશ સોલંકીએ પોતાના ઘરે ફીનાઇલ પી લીધુ હતું.
બંનેને પ્રથમ ગોંડલ સરકારી હોસ્પિટલ બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. બંને ભાઇઓના નિવેદન નોંધાયા હતા. જેમાં આક્ષેપ કરાયો હતો કે રૂપાવટીમાં બંને ભાઇઓની માલિકીની જમીન ઘરની બાજુમાં હોય જ્યાં ફરતે દિવાલ બનાવવાનું શરૂ કરતા સરપંચના પુત્રો ત્યાં આવેલા અને દિવાલ ન બાંધવા દબાણ કરી ધમકી આપી બોલાચાલી થતા સરપંચ પુત્રોએ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જે અંગે ગોંડલ તાલુકા પોલીસને જાણ કરેલી પરંતુ પોલીસે કોઇ કાર્યવાહી ન કરતા બન્ને ભાઈઓએ સજોડે આપઘાતનો પ્રયાસ કર્યો હતો. .