વારંવાર ઝગડો કરતા પતિને સબક શીખડાવવા જતા પતિએ જીવ દઈ દીધો
પત્ની સાથે દારૂ પી ઝગડો કરનાર શખ્સને રૂમમાં પૂરી પત્નીએ પોલીસને જાણ કર્યા બાદ પતિએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઇ હતી.
રૈયા ગામમાં ખોડિયાર માતાજીના મંદિર પાસે લીમડાવાળી શેરીમાં રહેતાં હસમુખભાઇ મુળજીભાઇ વાળા (ઉ.વ.૩૯) ઘરમાં પતરાની લોખંડની આડીમાં ચુંદડી બાંધી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. યુનિવર્સિટી પોલીસે તપાસ કરતા પત્ની કમળાબેને જણાવ્યું હતું કે, હસમુખભાઇ બે ભાઇ અને બે બહેનમાં નાના હતાં. સંતાનમાં બે પુત્ર ભવદીપ, ચિરાગ અને દિકરી તેજલ છે.પતિ ઘણા સમયથી દારૂ પીવાની કુટેવ હોય દારૂ પીને અવાર-નવાર માથાકુટ કરતાં હતાં અને પોતાના ઉપર ખોટી શંકા પણ કરતાં હતાં. બનાવાન દિવસે પણ પતિએ દારૂ પીને ઘરે આવી કમળાબેન સાથે માથાકુટ કરી હતી અને ગળુ પકડી લાઇટના મીટરમાં ચોંટાડી દઇ મારી નાખવાની ધમકી આપતા કમળાબેને પોલીસને જાણ કરી હતી અને યુનિવર્સીટી પોલીસ કમળાબેનના ઘરે આવી ત્યાં સુધીમાં પતિ હસમુખે એ ગળાફાંસો ખાઇ લીધો હતો.