કચ્છના ગાંધીધામમાંથી DRIએ લાકડાની આડમાં લઈ જવાતું 10.04 કરોડનું કોકેઇન ઝડપી પાડ્યું
કચ્છના ગાંધીધામમાંથી DRIને વધુ એક સફળતા મળી છે. જેમાં લાકડાની આડમાં આવેલ કોકેઇનનો જથ્થો ઝડપ્યો છે. 10.04 કરોડનો 1 કિલોથી વધુનો જથ્થો ઝડપ્યો છે. ગઇકાલે રાત્રે ડ્રગ્સ હોવાની શક્યતાના પગલે DRIએ આ તમામ કન્ટેનર અટકાવ્યા હતા. જે બાદ સમગ્ર પ્રકરણ સામે આવ્યું હતું અને આ અંગે વધુ તપાસ DRI દ્રારા હાથ ધરી હતી.
દેશમાં ડ્રગની બદીને નાથવા DRI સતત કાર્યવાહી કરી રહી છે. ત્યારે ડિરેક્ટોરેટ ઑફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (DRI) એ આયાત કન્સાઈનમેન્ટમાંથી 1.04 કિલો કોકેઈન રીકવર કર્યું છે, જેની કિંમત આંતરરાષ્ટ્રીય ગેરકાયદેસર બજારમાં રૂ. 10.4 કરોડથી વધુ હોવાનો અંદાજ છે. ડીઆરઆઈને આ અંગે ચોક્કસ બાતમી મળી હતી કે એક્વાડોરથી આયાત કરાયેલા અમુક માલસામાનમાં માદક દ્રવ્યો હોવાની શક્યતા છે.
કન્સાઇનમેન્ટના આયાત માટે બિલ ઓફ એન્ટ્રી ફાઇલ કરવામાં આવી ન હતી. 220.63 MT નું કુલ વજન ‘ટીક રફ સ્ક્વેર લોગ્સ’ ધરાવતું જાહેર કરાયેલ કન્સાઇનમેન્ટ, જે ઇક્વાડોરથી મુન્દ્રા બંદરે આયાત કરવામાં આવ્યું હતું, તેની વિગતવાર તપાસ માટે ઓળખ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન, એક કન્ટેનરમાં એક પેકેટ ચુસ્ત રીતે લપેટાયેલું મળી આવ્યું હતું.
