મૃતક ભાવનાબેન ગણપતિના દર્શન કર્યા બાદ પતિ સાથે નાસ્તો કરવા ગયા હતા
રાજકોટનાં યાજ્ઞિક રોડ નજીકનાં સર્વેશ્વર ચોક ખાતે વોકરાનો સ્લેબ ધરાશાયી થવાની ઘટનામાં રૈયા રોડ ઉપર અંબિકા પાર્કમાં રહેતા ડો.જતીન ઠક્કરના માતા 63 વર્ષીય ભાવનાબેન અશ્વિન ઠક્કર નામના આ વૃદ્ધાનું મોત થયું હતું. બનાવમાં ગંભીર રીતે ઘાયલ ભાવનાબેનને સ્ટર્લિંગ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. તેમનું સોમવારે રાતે મોત થયું હતું ભાવનાબેન તેમના પતિ અશ્વિનભાઈ હરિલાલ ઠક્કર(ઉ.વ.68) સાથે સર્વેશ્વર ચોકમાં ગણપતિના દર્શન કર્યા બાદ નાસ્તો કરવા ગયા હતા ત્યારે ઘટના બની હતી. જેના પગલે પરિવારમાં શોક છવાયો હતો.
આ ઘટનામાં 13 જેટલા લોકોને સારવાર માટે સિવિલમાં ખસેડાયા હતા. ૬૮ વર્ષીય ભાવનાબેન ઠક્કર રાજકોટના સર્વેશ્વર ચોકમાં આવેલ સંતોષ ભેળની બાજુમાં આવેલ દીપ સેન્ડવીચમાં નાસ્તો કરવા ગયા હતા. દરમિયાન અચાનક સ્લેબ તૂટતા તેઓ પણ નીચે પટકાયા હતા. જેમાં ગંભીર ઇજા થતાં તેમને સ્ટરલીગ હોસ્પિટલમાં ખસેડાયા હતા અત્રે એ વાત ઉલ્લેખનીય છે કે, તેમના પુત્ર ડો જતીન ઠકકર સ્ટરલીગ હોસ્પિટલમાં સેવા આપે છે.ભાવનાબેનને વેન્ટિલેટર પર રખાયા હતા બે દિવસની સારવાર કારગત નહી નીવડતા સોમવારે તેમનું મોત થયું હતું. ભાવનાબેનનાં મોતની જાણ થતાં એ-ડિવિઝન પોલીસે જરૂરી કાયવાહી કરી લાશને સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડયો હતો. તેમજ અકસ્માતે મોતની નોંધ કરી સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. રાજકોટના સર્વેશ્વર ચોકની દુર્ઘટનામાં સારવારમાં રહેલા વૃદ્ધ મહિલા ભાવનાબેન અશ્વિનભાઈ ઠક્કરનું મોત થયા બાદ હવે આ ઘટનામાં જવાબદારો સામે પોલીસ ગુનો નોંધે તેવી શક્યતા છે.