2.52 લાખના 13.67 લાખ ચૂકવી દીધા છતાં વ્યાજખોરે ટ્રાવેલ એજન્ટને ધમકીઓ આપી
પેટ : યુવક પાસેથી 1.48 લાખ વ્યાજની ઉઘરાણી કરી માર મારી હડધૂત કર્યો : પ્ર.નગર પોલીસે ગુનો નોંધી કાર્યવાહી કરી
રાજકોટમાં પરસાણા નગરમાં રહેતા ટ્રાવેલ એજન્ટે 10 ટકા વ્યાજે તેના મિત્ર પાસેથી 2.52 લાખ લીધા હતા.અને તેની સામે કટકે કટકે વ્યાજ સહીત 13.67 લાખ ચૂકવી દીધા હોવા છતાં પર વ્યાજખોર વધુ 1.48 લાખ વ્યાજની ઉઘરાણી કરી ધમકીઓ આપી તેની સાથે મારકૂટ કરી હડધૂત કરતા ટ્રાવેલ એજન્ટે પોલીસ કમિશનરને રજૂઆત કરતાં પ્ર.નગર પોલીસે ગુનો નોંધ્યો હતો. રાજકોટમાં જામનગર રોડ પર પરસાણા નગરમાં રહેતા સુરેશભાઈ ચૌહાણએ નોંધાવેલી ફરિયાદમાં આરોપીના તેના મિત્ર મનીષ પંડ્યાનું નામ આપતા જણાવ્યું હતું કે,આરોપી મનીષ પંડ્યા તેના અંગત મિત્ર હતા.જેથી પોતાન પૈસાની જરૂરિયાત પડતા વર્ષ 2022માં તેમની પાસેથી રૂ. 2.52 લાખ 10 ટકાના વ્યાજે લીધા હતા.અને તેની સામે કટકે કટકે રૂ. ૧૩,૬૭,૩૩૯ ચુકવી આપ્યા હતા. તેમ છતાં મનીષ પંડ્યા ટ્રાવેલ એજન્ટ પાસે વધુ રૂપીયા ૧,૪૮,૦૦૦ વ્યાજની માંગણી કરતો હતો.અને ફોન પર ધમકીઓ આપતા હતા.ઉપરાંત બહાર મળવા બોલાવી એક વાર મારકૂટ પણ કરી હતી.પરંતુ મિત્ર થતા હોવાથી ટ્રાવેલ એજન્ટએ ફરિયાદ ન નોંધાવી હતી.ત્યાર બાદ ફોન કરી સુરેશભાઈને હડધૂત કરતા તેમને પ્ર.નગર પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તેની શોધખોળ કરી છે.