જસદણના LIC એજન્ટનો ફોન હેક કરી સાયબર ગઠિયાએ રૂ.3.70 લાખ ઉપાડી લીધા
‘યુનીયન બેંક ઓફ ઇન્ડીયાના ખાતામાં ઓનલાઇન કે.વાય.સી ઉપડેટ કરવાનું છે’ કહી ફોન હેક કરી બેક એકાઉન્ટ સાફ કરી નાખતા પોલીસ ફરિયાદ નોંધાવી
સાયબર ગઠિયાઓ વિવિધ પ્રકારની મોડસ ઓપરેન્ડીથી લોકોના નાણાં ખંખેરી રહ્યા છે. શેરબજારમાં રોકાણના નામે, વર્ક ફ્રોમ હોમના નામે કે ડિજિટલ અરેસ્ટના બહાને થતાં સાયબર ફ્રોડના કિસ્સા વધી રહ્યા છે. તેવામાં જસદણમાં રહેતા એલઆઇસી એજન્ટને સાયબર ગઠિયાએ ફોન કરી પોતે ‘યુનીયન બેંક ઓફ ઇન્ડીયાના ખાતામાં ઓનલાઇન કે.વાય.સી અપડેટ કરી આપશે તેમ કહી તેઓનો ફોન હેક કરી ખાતામાંથી રૂ.3.70 લાખ ઉપાડી લઇ છેતરપિંડી કરતાં જસદણ પોલીસે ગુનો નોંધ્યો છે.
વિગત મુજબ જસદણના નંદનગર સમાત રોડ પર રહેતા વિજયભાઈ હસમુખભાઈ છાયાણી (ઉ.વ.૪૩)એ નોંધાવેલઈ ફરિયાદમાં આરોપીમાં અજાણ્યા ફોન નંબર ધારકનું નામ આપતા જણાવ્યું હતું કે,પોતે એલ.આઇ.સી એજન્ટ છે અને ખેતીકામ કામ કરે છે.ગત તા.૦૩/૧૦ના રોજ બપોરના સમયે સાડા બારેક વાગ્યે અતેઓ પોતાના ઘરે હતા ત્યારે અજાણ્યા નંબર પરથી હીન્દીમાં વાત કરતાં શખસનો ફોન આવ્યો હતો અને પોતે બેંકમાથી વાત કરતો હોવાનું જાનવ્યું હતું.’તમારે યુનીયન બેંક ઓફ ઇન્ડીયામાં ઓનલાઇન કે.વાય.સી કરવાનું છે ‘તેમ કહેતા ફરિયાદીએ પોતે રૂબરૂ જઈ કરાવી નાંખશે તેમ કહી ફોન કટ કરી નાખ્યો હતો.તેના બે દીવસ બાદ તેમનો ફોન અચાનક હેક થઇ ગયો હતો અને ઇનકમીંગ તથા આઉટ ગોઈગ કોલ તથા મેસેજ બંધ થઈ ગયા હતા.
તેમજ મોબાઈલમાં કોઇ પણ એપ્લીકેશન ઓપન થતી ન હતી જેથી તેઓએ તપાસ કરતાં તેમનો મોબાઈલ નંબર બંધ થઈ ગયો હોવાનું માલૂમ પડતાં પોતે આધાર નંબર અપડેટ કરવી ફરી નંબર શરૂ કરાવ્યો હતો.આ સમય ગાળામાં તેમના બેંક એકાઉન્ટમાંથી રૂ.૩,૭૦,૦૦૦ અલગ અલગ ત્રણ એકાઉન્ટમાં ટ્રાન્સફર થયા હોવાનું માલૂમ પડતાં તેઓ બેંક પર તપાસ કરી હતી અને માલૂમ પડ્યું હતું કે,સાયબર ગઠિયાએ તેમનો ફોન હેક કરી એકાઉન્ટમાંથી પૈસા ઉપાડી લીધા હતા.હાલ આ મામલે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.