Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ક્રાઇમ

ક્રાઈમ બ્રાન્ચે ત્રણ દિ’ વાસણ-નાળિયેર વેચી હત્યારાને પકડ્યો

Sun, March 16 2025

DCBની ટીમનું તમીલનાડુંના તીરૂનેલવેલીમાં ઓપરેશન: ૨૦૧૪માં ગોકુલધામના સમ્રાટ ઈન્ડ. એરિયામાં નેપાળી યુવકની પૈસાની લેતીદેતીમાં થઈ’તી હત્યા
હત્યા કર્યા બાદ હત્યારો ઉત્તરાખંડ અને ત્યાંથી તમીલનાડુંમાં છૂપાઈ ડ્રાઈવિંગ સહિતનું કામ કરી રહ્યો’તો


રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ એક બાદ એક રીઢા ગુનેગારોને દબોચી રહી છે સાથે સાથે ગુનો આચરીને દસ અથવા તેનાથી વધુ સમય સુધી ફરાર રહેલા આરોપીઓને પકડવામાં આવી રહ્યા છે ત્યારે તેમાં વધુ એકનો ઉમેરો થયો છે. આજથી ૧૧ વર્ષ પહેલાં તા.૫-૩-૨૦૧૪ના માલવિયાનગર પોલીસ મથકની હદમાં સામેલ સમ્રાટ ઈન્ડસ્ટ્રીયલ-ગોકુલધામમાં વિનિત એન્જિનિયરિંગ નામના કારખાના બહાર પૈસાની લેતીદેતી બાબતે એક નેપાળી યુવકની હત્યાનો બનાવ બને છે. આ હત્યા ગોવિંદ કાલુરામ ખાન (ઠકુરી) (ઉ.વ.હાલ ૪૫)એ કરી હોવાનો ખુલાસો થાય છે પરંતુ ત્યાં સુધીમાં ગોવિંદ ફરાર થઈ જતાં તેની શોધખોળ શરૂ કરવામાં આવી છે.


દરમિયાન તાજેતરમાં જ ક્રાઈમ બ્રાન્ચની ટીમને બાતમી મળે છે કે ગોવિંદ અત્યારે તમીલનાડુના તીરુનેલવેલીમાં છુપાઈ ગયો છે. આ બાતમી મળતાં જ પીઆઈ એમ.આર.ગોંડલિયા, એમ.એલ.ડામોર અને સી.એચ.જાદવના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એ.એન.પરમાર, એમ.કે.મોવલિયા તેમજ ટીમના એએસઆઈ જલદીપસિંહ વાઘેલા, સંજય ખાખરિયા સહિતના તીરૂનલવેલી પહોંચે છે. જો કે અહીં ગોવિંદને શોધવો એ ઘાસમાંથી સોય શોધવા જેવું કપરું કામ હોય પોલીસ દ્વારા આઈડિયા અખત્યાર કરવામાં આવે છે.


પોલીસ દ્વારા ત્રણ દિવસ સુધી અહીં વાસણ તેમજ નાળિયેર વેચવાનું કામ શરૂ કરવામાં આવે છે. ટીમના દરેક સ્ટાફે કોઈને શંકા ન જાય તેવો વેશ ધારણ કરી ગોવિંદનું પગેરું શોધવામાં આવ્યું અને જેવી ખરાઈ થઈ કે તુરંત જ તેને પકડીને રાજકોટ લાવવામાં આવ્યો હતો. ટીમે ત્રણ દિવસ સુધી ગોવિંદ જ્યાં રહેતો હતો તે મકાન અને તે જ્યાં કામ અર્થે જતો હતો તે જગ્યાએ ગોઠવાઈ બરાબરની વોચ રાખી હતી. ગોવિંદ તીરુનલવેલીમાં છૂટક ડ્રાઈવિંગ સહિતનું કામ કરતો હોવાનું પણ સામે આવ્યું હતું.

ટીમે કેવી જહેમત ઉઠાવવી પડી ?
સૌથી પહેલાં તો કોઈ અન્ય રાજ્યમાં જઈ ઓપરેશન પાર પાડવું એ પોલીસ માટે અત્યંત કપરું કામ બની જતું હોય છે કેમ કે ઘણી વખત જે-તે રાજ્યની સ્થાનિક પોલીસ દ્વારા પણ પૂરતો સાથ-સહકાર મળતો હોતો નથી આમ છતાં કોઈ પણ ભોગે આરોપીને પકડીને જ લાવવો છે તેનું બીડું ઝડપીને રવાના થયેલી ટીમ અને તેમાં પણ ખાસ કરીને રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ હજુ સુધી ક્યારેય ખાલી હાથે પરત ફરી નથી ત્યારે આ ઓપરેશનમાં પણ અત્યંત વિપરિત સ્થિતિ વચ્ચે આરોપીને પકડવામાં આવ્યો હતો. ખાસ કરીને તમીલનાડુમાં બોલાતી ભાષા અને ગુજરાતી ભાષા વચ્ચે જમીન-આસમાનનો ફરક હોય સ્ટાફે તેમાં તાલમેલ બેસાડવો કપરો બની ગયો હતો. આ ઉપરાંત ત્યાંના સ્થાનિકાો જવલ્લેજ બૂટ પહેરતાં હોય તેનો પણ ત્યાગ કરીને ચપ્પલ પહેરવા પડ્યા હતા. આ પછી ત્યાંના લોકોનો વાત કરવાનો હાવભાવ અને કપડાં પહેરવાની સ્ટાઈલ સહિતનું ધ્યાન રાખવું પડ્યું હતું. સૌથી મોટો પડકાર એ હતો કે જ્યાં આ ઓપરેશન પાર પાડ્યું તે તીરુનલવેલીમાં રહેતાં લોકો ઘઉંવર્ણો દેખાવ ધરાવતાં હોય છે જ્યારે ટીમના લોકોને પહેલી નજરે જોતાં તેઓ બહારના રાજ્યમાંથી જ આવ્યા હોય તેવું લાગ્યા વગર રહેતું ન હોય તેવો દેખાવ ધારણ કરવો પડ્યો હતો.

સ્કૂટર-વાસણ દૈનિક ૫૦૦ રૂપિયાના ભાડે મેળવ્યા
તીરુનેલવેલી પહોંચ્યા બાદ ટીમે સૌથી પહેલાં આરોપીના ઘર આસપાસ વોચ રાખવા માટે સ્કૂટર પર વાસણની ફેરી કરતાં એક વ્યક્તિનો સંપર્ક કરવામાં આવ્યો હતો અને તેની સાથે ભાંગેલું-તૂટેલું અંગ્રેજી બોલીને દૈનિક ૫૦૦ રૂપિયાના ભાડે વાસણ અને સ્કૂટર મેળવાયું હતું. વળી, જેટલા વાસણ વેચાય તેમાંથી અમુક ટકાવારી સ્કૂટર-વાસણ ભાડે આપનારને ચૂકવી હતી. આ બધી જટિલ પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ ત્રણ દિવસ સુધી સ્કૂટર પર સ્ટાફે ફેરી મારી હતી.

નાળિયેરવાળાને કહ્યું, અમારે રાજકોટમાં આ ધંધો કરવો છે તો અમને વગર પગારે શીખવો…!
એકલા સ્કૂટર ઉપર વાસણની ફેરી કરીને કામ પૂર્ણ નહીં થાય તેવું લાગતાં ક્રાઈમ બ્રાન્ચની ટીમના જવાનોએ ગોવિંદના ઘર આસપાસ ઉભા રહેતાં નાળિયેરવાળાનો સંપર્ક કરાયો હતો અને તેને એમ કહેવાયું હતું કે અમારે રાજકોટમાં પણ નાળિયેરનો ધંધો કરવો છે એટલા માટે જો તે કામ શીખવશે તો વગર પગારે નોકરી કરશું. નાળિયેરવાળી વ્યક્તિ રાજી થઈ જતાં ક્રાઈમ બ્રાન્ચની ટીમ નાળિયેરના છોતરા કાઢવા લાગી હતી અને ત્રણ દિવસ સુધી આ કામ પણ કર્યું હતું !

Share Article

Other Articles

Previous

આજનું રાશિફળ 17 માર્ચ : આજે આ રાશિના જાતકોએ મહત્વના નિર્ણય લેવામાં ધીરજ રાખવી, સ્વભાવ ગુસ્સાવાળો રહી શકે છે

Next

પોલીસ માટે શર્મનાક: હોમગાર્ડ પર હુમલો કરનાર બેલડીએ કિન્નરની કારમાં કરી તોડફોડ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
2 સપ્તાહs પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
4 સપ્તાહs પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
3 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
બાળકોના ફેવરિટ એવા રેસકોર્સની દયનીય હાલત તો જુઓ ! કસરત માટે સાધનો, બેસવા માટે બાકડા ગાયબ
54 મિનિટutes પહેલા
સર્વજનાય હિતાય…સર્વજનાય સુખાય…રાજકોટનું દોશી મેડિકલ સેન્ટર જ્યાં 20રૂ.માં બ્લડ સુગર તો 120માં થાય છે ECG
2 કલાક પહેલા
મેઘાલય હનીમૂન હત્યાકાંડ : 5 વર્ષ નાના પ્રેમી સાથે મળીને સોનમે કરી પતિની હત્યા, જાણો રાજા રઘુવંશી મર્ડર કેસની સમગ્ર માહિતી
3 કલાક પહેલા
સોનુ પહેરવાનો શોખ વૃધ્ધ માટે બન્યો મોત : પ્રેમી યુગલે ખૂન કરી લૂંટ ચલાવી, જાણો કેવી રીતે ઘડાયો ઘાતકી હત્યાનો પ્લાન?
4 કલાક પહેલા
Categories

નેશનલ

2170 Posts

Related Posts

શું તારક મહેતાના ‘ટપ્પુ’એ ‘બબીતાજી’ સાથે સગાઈ કરી….?
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
નેતાઓનો એક વર્ગ ધર્મની મજાક કરે છે, વિદેશી શક્તિઓ ધર્મને નબળો કરવાનો પ્રયાસ કરી રહી છે, બાગેશ્વર ધામમાં વડાપ્રધાન મોદીનુ સંબોધન
Breaking
4 મહિના પહેલા
રાજકોટમાં વધુ એક વૃદ્ધાએ માનિસક બીમારીથી કંટાળી કર્યો આપઘાત
Breaking
1 વર્ષ પહેલા
ભારતના આ રાજ્યમાંથી સૌથી વધુ લોકો વિદેશ જાય છે? વાંચો કારણ
ટૉપ ન્યૂઝ
11 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર