આયુર્વેદિક નશીલા સિરપકાંડમાં વધુ એક આરોપીની કોર્ટ દ્વારા જામીન અરજી મંજુર
ક્રાઇમ બ્રાન્ચએ દરોડો પાડી ૭૩.૮૩ લાખનું નશીલું સીરપ ઝડપ્યું હતું.
શહેરમાં ચકચાર જગાવનાર આયુર્વેદિક નશીલા સિરપકાંડમાં સંડોવાયેલા વધુ એક આરોપીના જમીન અરજી કોર્ટે દ્વારા મંજૂર કરી છે.
આ કેસની હકીકત મુજબ હુડકો ચોકડી સર્વિસ રોડ માધવ પાર્કિંગમાં આઇસર મળી પાંચેય ગાડીઓમા આયુર્વેદિક હર્બલતા.૩૦/૭/૨૩ની ૧૨ રાતે ડી.સી.બી.ને મળેલી બાતમીના આધારે સ્ટાફે દરોડો પાડી આઇસર ગાડીની તલાસી લેતા જેમાં બોકસમાં હર્બલ આયુર્વેદીકની બોટલો ભરેલ પુઠાના બોકસ હોય જે ચોકકસ બાબતે આઇસર ગાડીના ડ્રાઇવરો પાસે કોઈ આધાર પુરાવા કે લાયસન્સ વગરનો લાખો જથ્થો સાથે આરોપીઓ ધર્મેન્દ્ર ડોડીયા, રૂપેશ, ડોડીયા, અશોક ચૌહાણ, જયરાજ ખેરડીયા વિગેરે ધ્વારા આલ્કોહોલ ભેળવી આયુર્વેદિક દવા નામે નશાકારી સીરપની બોટલો ઉપર ખોટા નામવાળા બનાવટી સ્ટીકરો મારી ગુનાહિત કાવતરૂ રચી આયુર્વેદિક હર્બલ પીણાની બોટલો આઇસર મળી પાંચેય ગાડીઓમા આયુર્વેદિક હર્બલ પીણાની બોટલો પોલીસ દ્વારા કબજે કરવામાં આવેલ હોય જેની કિંમત આશરે રૂા. ૭૩,૮૭,૫૦૦/- નો આરોપીઓએ સામે ધોરણસરની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.જે સીરપ કાંડમાં સંડોવાયેલા આરોપી સુરપાલસિંહ મુલુભા જાડેજાની ધરપકડ કરવામાં આવતા. આરોપીએ તેમના વકીલ મારફત રાજકોટની સેશન્સ કોર્ટમાં રેગ્યુલર જામીન અરજી દાખલ કરી હતી.જે જામીન અરજી ચાલવા ઉપર આવતા બન્ને પક્ષકારોની રજૂઆત બાદ આરોપીના બચાવ પક્ષે રોકાયેલા એડવોકેટ દ્વારા કરવામ આવેલી દલીલો અને રજૂ રાખેલ ઉચ્ચ અદાલતના ચુકાદાઓ ધ્યાનમાં લઈ કોર્ટેએ આરોપી સુરપાલસિંહ મુલુભા જાડેજાની જામીન અરજી શરતોને આધિન મંજુર કરતો હુકમ કર્યો છે.કેસમાં આરોપી વતી સજ્જનબા.એન.પરમાર રાજવીરસિંહ પી. ઝાલા, પ્રવીણ.એસ.થાનકી, દુષ્યંત સિંહ જાડેજા અને આસિસ્ટન્ટ અમરદીપસિં જાડેજા રોકાયા હતા.