બિલ બાબતે કોન્ટ્રાકટરનો તલાટી મંત્રી ઉપર હુમલો
કાલાવડના નપાણીયા ખીજડીયા ગામનો બનાવ
બિલના નાણા રોકવાના મામલે કાલાવડના નપાણીયા ખીજડીયા ગામના તલાટી મંત્રી ઉપર ગામના કોન્ટ્રાક્ટરે હુમલો કરતાં આ મામલે ફરજમાં રૂકાવટનો ગુનો નોંધાયો છે.
આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના કાલાવડ તાલુકાના નપાણિયા ખીજડીયા ગામના તલાટી કમ મંત્રી તરીકે ફરજ બજાવતા ચોરબેડી ગામમાં રહેતા મિલનભાઈ નારણભાઈ વસરા પોતાની કચેરીમાં સરકારી ફરજ પર હતા, અને નવા આવેલા તલાટી કમ મંત્રીને પોતાના ચાર્જ ની સોંપણી કરતા હતા, જે દરમિયાન આરોપી એ નપાણીયા ખીજળીયા ગામમાં રહેતા હરેશભાઈ ભાલારા ત્યાં ધસી આવ્યો હતો, અને પોતે અગાઉ કરેલું કામ કે જેનું બિલ રોકાયું હોવાથી તે બિલના નાણા બાબતે તલાટી કમ મંત્રી પાસે માથકૂટ કરી તમાચા મારી ફરજમાં રૂકાવટ કરી હતી. અને જો બિલ પાસ નહીં કરે તો જાનથી મારી નાખશે, તેવી ધમકી આપી હતી.