2 લાખ નકલી ડોક્યુમેન્ટનો દેશવિરોધી પ્રવૃત્તિમાં ઉપયોગ થયાની શંકા
આધારકાર્ડ,પાનકાર્ડ,ચુંટણીકાર્ડ,જન્મ અને મરણપ્રમાણપત્ર તેમજ આયુષમાન કાર્ડ જેવા ભારતીય નાગરિક તરીકેના આવશ્યક ઓળખના બે લાખ નકલી ડોક્યુમેન્ટસ બનાવનાર ટોળકીનેસુરત ઇકો સેલે ઝડપી પડી હતી. માત્ર 15 થી 50 રૂપિયામાં પાનકાર્ડ, આધારકાર્ડ, ચૂંટણી કાર્ડ અને જન્મ-મરણના દાખલા સહિતના ડોક્યુમેન્ટ્સ લોકોનેઆપતા હતા. આ સમગ્ર રેકેટમાં અત્યાર સુધીમાં પોલીસે ગુજરાત રાજસ્થાન અનેયુપીમાંથી આઠ જેટલા આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓના બેન્ક એકાઉન્ટમાંથી 25 લાખ રૂપિયા પણ જપ્ત કર્યા હતા. સુરત આર્થિક ગુન્હા નિવારણ શાખાએ નકલી પુરાવાઓ બનાવી દેશની સુરક્ષા સામે પ્રશ્નો ઉભા કરનારા ટોળકીના મુખ્ય બે સુત્રધારોના કોમ્પ્યુટ માંથી મહત્વના પુરાવા એકત્ર કરવા તજવીજ શરૂ કરી છે.
આ મામલાની ગંભીરતાને ધ્યાને લઈ સુરત પોલીસ સાથે આ કેસમાં એન. આઇ. એ તેમજ સીબીઆઇ પણ આ રાષ્ટ્રવ્યાપી ગુનાની તપાસ કરશે.
બેન્ક સાથે છેતરપિંડીની તપાસમાં સુરત ઇકો સેલની ટીમને મોટી સફળતા હાથ લાગી હતી. દેશભરમાં નકલીપાનકાર્ડ, આધારકાર્ડ ડ્રાઇવિંગ લાઇસન્સ, ચૂંટણી કાર્ડ સહિત જન્મ મરણનાદાખલાઓ બનાવવાનું મોટું કૌભાંડ ઇકોસેલે ઝડપી પાડ્યું હતું. આખું ઓપરેશન રાજસ્થાન અને ઉત્તરપ્રદેશથી થતું હતું. એટલું જ નહીં, આરોપીઓ દ્વારા ફેક વેબસાઈટ બનાવવામાં આવીહતી.
માત્ર 20,000 રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલી આ વેબસાઈટથી આરોપીઓદેશભરમાં અલગ અલગ શહેરોમાં એજન્ટો રાખી આ વેબસાઈટ સાથે બેંકના એકાઉન્ટ જોડીવેબસાઈટનો ઉપયોગ કરનારાઓ પાસેથી યુઝર આઇડી અને પાસવર્ડ મેળવી માત્ર 200 રુપિયાનો ચાર્જ વસૂલી છેતરપિંડી પણ કરતા હતાં.પોલીસની અત્યાર સુધીની તપાસમાં સમગ્ર દેશમાં બે લાખથી વધુ નકલી આધાર પુરાવા બનાવી આપ્યા હોવાનું જાણવા મળ્યું છે.આ ડોક્યુમેન્ટ્સના આધારે પર્સનલ લોનથી લઈ સીમકાર્ડ ખરીદવા માટે ઉપયોગ થતાહતાં. જેથી તેનો દેશવિરોધી પ્રવૃત્તિમાં ઉપયોગ થયો હોવાની શંકાને પગલે આ મામલે દિલ્લીથી એન.આઇ. એ અને સીબીઆઇ પણ આ પ્રકરણની ગંભીરતા જોઈ ઇકોસેલ સાથે સમગ્ર ઘટના અંગે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરવામાં આવી હતી.